સાહીલને ડાન્સનો પણ ખૂબ શોખ હતો અને ફિલ્મ સ્ટાર્સ સાથે પણ તેના ફોટોઝ જોવા મળ્યાં છે. સાહીલ જેક્લીન ફર્નાન્ડીઝથી લઈ ટીવી એક્ટ્રેસ હેલી શાહ અને કોરિયોગ્રાફર સંદીપ સાપોરકર સાથે પણ જોવા મળી ચૂક્યો છે.
2/6
9માં માળેથી યુવકે છલાંગ લગાવી ત્યારે ફ્લેટના પાર્કિંગમાં બે લોકો ગાડી ધોવાનું કામ કરી રહ્યા હતા. તેઓ અવાજ સાંભળતાં જ પાર્કિગમાંથી બહાર દોડી આવ્યા હતા અને પોલીસ તથા સાહિલના પરિવારને જાણ કરી હતી. પાલડી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપી આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
3/6
સાહિલ તેના માતા-પિતા અને બહેન સાથે રહેતો હતો અને તેમના પરિવારનો એકનો એક પુત્ર હતો. સાહિલે આજે સવારે પરિવારે સાથે નાસ્તો કર્યો હતો અને ત્યાર બાદ અચાનક જ 9માં માળેથી મોતની છલાંગ લગાવી હતી.
4/6
અમદાવાદના પરિમલ અંડરપાસ પાસેના પ્રકૃતિ એપાર્ટમેન્ટના નવમાં ફ્લોર પર રહેતા સાહીલ શૈલેનભાઈ શાહ નામનો યુવક થોડા સમય પહેલાં જ નિરમા યુનિવર્સિટીમાંથી બીબીએનો અભ્યાસ પૂર્ણ કરી તેના પિતા સાથે રિયલ એસ્ટેટ કંપની સ્પેસ અનલિમિટેડમાં સીઈઓ તરીકે જોડાયો હતો.
5/6
જોકે, તાજેતરમાં નિરમા યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરી ચૂકેલા અને પરિવારના એકના એક પુત્ર એવા સાહીલ શાહે કેમ આત્મહત્યા કરી તે અંગે રહસ્ય અકબંધ છે.
6/6
અમદાવાદઃ અમદાવાદના પાલડી વિસ્તારમાં એક 20 વર્ષીય યુવકે 9માં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી છે. અવાજ આવતાં લોકો ફ્લેટની બહાર દોડી આવ્યા હતાં. ત્યાર બાદ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.