નરોડા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, 38 વર્ષ થયા હોવા છતાં મેહૂલના લગ્ન ન થતાં તેણે આપઘાત કર્યો હતો.
2/5
ફાયરિંગનો અવાજ સાંભળતાની સાથે જ આસપાસના જવાનો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ નરોડા પોલીસને કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
3/5
સૈજપુર-બોઘા નજીક આવેલા એસઆરપી ગ્રુપ-2ના નવા બ્લોકમાં મૂળ ગોંડલના મેહુલ કિશોરભાઈ રાવળ રહેતો હતો. મેહુલ એસઆરપી ગ્રુપ-2માં સંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો હતો. શનિવારે સવારે મેહુલ તેની ફરજ પર હતો તે દરમિયાન તેણે પોતાની ઈન્સાસ રાઈફલનું નાળચું પોતાના મોઢામાં રાખી ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગ થતાં જ મેહૂલ ઢળી પડ્યો હતો.
4/5
એસઆરપી જવાને ગોળી મારતાં જ ઘટના સ્થળ પર તેનું મોત નિપજ્યું હતું. ફાયરિંગના અવાજથી એસઆરપીના જવાનો દોડીના ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. આ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જવાનના 38 વર્ષ થયા હતા અને લગ્ન ન થતાં તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમીક તારણમાં બહાર આવ્યું છે.
5/5
અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારમાં એક પછી એક આપઘાતની ઘટનાઓ બની રહી છે. ત્યારે શનિવારે સવારે નરોડા સૈજપુર ખાતે આવેલા એસઆરપી ગ્રુપમાં સંત્રી તરીકે ફરજ બજાવી રહેલા જવાને પોતાના મોઢામાં પોતાની રાઈફલથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો.