આ મામલે કોર્ટે વધુ સુનાવણી 19મી નવેમ્બરે મુકરર કરી છે. દરમિયાન આ કેસના ફરિયાદી હરેશભાઈ મહેતાના વકીલે આ કેસમાં પાટીદાર નેતાઓ હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને જુબાની માટે બોલાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
2/5
અત્રે નોંધનીય છે કે, પીએસઆઈ રામાનુજને જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ મામલે જુબાની આપવા માટે કોર્ટમાંથી સમન્સ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ ગમે તે કારણોસર હાજર થતાં નહતા. દરમિયાન 17મી મુદત પછી કોર્ટે વોરંટ કાઢતા પી.એસ.આઈ રામાનુજ સોમવારે કોર્ટ સમક્ષ હાજર થયા હતા.
3/5
ત્યારબાદ બેરીકેડની બહાર ઊભેલી પોલીસ અંદર ગઈ હતી. આ સમયે વસ્ત્રાપુરના તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર શેખ અને એડિશનલ પોલીસ કમિશનર રાજીવ રંજન ભગત સ્થળ પર હાજર હતા.
4/5
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સંદર્ભે પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસ સ્થળ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં પાટીદારો પર પોલીસે કરેલા લાઠીચાર્જ મામલે કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સોમવારે અમદાવાદાના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ કે.એમ.રામાનુજે કોર્ટમાં જુબાની આપી હતી.
5/5
રામાનુજે કોર્ટમાં જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન વખતે જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રેલીના અનુસંધાને રાજ્યના વિવિધ શહેરોમાંથી પોલીસ બોલાવવામાં આવી હતી. તેમાં પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ થયું હતું.