સારંગપુર બ્રિજથી લઈને બાપુનગર સુધીના 10 કિમીના વિસ્તારમાં આ મેગા ડ્રાઈવ યોજાશે અને તે દરમિયાન રસ્તામાં આવતા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવશે.
4/5
ગુજરાત હાઈકોર્ટે આકરી ઝાટકણી કર્યા બાદ મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે અને ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો હટાવી રહ્યું છે. આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ એક મેગા ડ્રાઈવ કરવા જઈ રહી છે.
5/5
અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં ટ્રાફિક અને દબાણ પર સરકારે ઝુંબેશ હાથ ધરી છે. અમદાવાદમાં ગેરકાયદે કરાયેલાં દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે. ટ્રાફિક પોલીસે શહેરનો ટ્રાફિક ઓછો કરવા દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરી છે. તેના ભાગરૂપે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ 10 કિમીના વિસ્તારમાં મેગા ડ્રાઈવ કરીને રસ્તા પરના દબાણો દૂર કરશે.