શોધખોળ કરો
અમદાવાદઃ લવ મેરેજ કરીને ફસાઇ યુવતી, સાસુ-નણંદ સેક્સના ધંધામાં ધકેલવા ગુજારે છે અત્યાચાર
1/3

અમદાવાદઃ શહેરની એક યુવતી પોતાના સાસરીવાળા પોતાને સેક્સના ધંધામાં બળજબરીથી ધકેલવા માગતા હોવાની ફરિયાદ સાથે અમદાવાદ પોલીસના શરણે આવી છે. તેણે પોતાની સાસુ અને નણંદ દેહવ્યાપાર માટે વારંવાર દબાણ કરતાં હોવાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. તેનો આક્ષેપ છે કે, તેના પતિએ તેને પ્રેમજાળમાં ફસાવી છે.
2/3

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી પ્રાચી(નામ બદલ્યું) એક યુવકના પ્રેમમાં પડી હતી. બંને એકબીજા વગર રહી ન શકતાં તેમણે 2012માં લવ મેરેજ કરી લીધા હતા. દરમિયાન તેના પતિ રમેશ(નામ બદલ્યું છે) દારૂ અને સટ્ટાની લત લાગી ગઈ હતી. તેના પર આ લત એટલી હાવી થઈ ગઈ હતી કે, તે કોઈ કામ ધંધો પણ કરતો નહોતો. જેને કારણે પ્રાચી ખૂબ કંટાળી ગઈ હતી.
Published at : 07 Oct 2016 10:47 AM (IST)
View More





















