ત્યારબાદ મહિલા પોલીસને બોલાવીને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતાં વધારાની પોલીસ આવી પહોંચી હતી. ત્યાર બાદ મહિલાને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.
2/5
સતીષકુમાર અને તેમના સ્ટાફે અટકાવતા મહિલાએ સતીષકુમારને લાફો મારી દીધો હતો અને સેન્ડલથી પીઠમાં માર માર્યો હતો. અક્ટિવા ચાલક અને પોલીસ વચ્ચે બબાલ થતાં આસપાસના લોકોના ટોળાં વળ્યાં હતાં.
3/5
બીજી તરફ બપોરે એક મહિલાએ મારૂ એક્ટીવા કેમ ઉપાડી લાવ્યા છો? એમ પુછતા કોન્સ્ટેબલ સતીષકુમારે ‘નો પાર્કિંગ’માં હોવાથી ટો કર્યું હોવાનું કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલી મહિલા બિભત્સ ગાળો બોલવા લાગી હતી અને પોતાનું એક્ટીવા ચાલુ કરીને ભાગવાની કોશિષ કરી હતી.
4/5
આ બનાવની વિગત મુજબ બી ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા સતીષકુમાર પટેલ તેમના સ્ટાફના માણસો સાથે ક્રેન લઈને પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અમદાવાદના નવરંગપુરામાં મેયરના બંગ્લા નજીક ‘નો પાર્કિંગ’ ઝોનમાં પાર્ક કરેલા ચાર બાઈક તેમણે ટોઈંગ કર્યાં હતા અને બી ડિવીઝનની કચેરીએ લાવવામાં આવ્યા હતાં.
5/5
અમદાવાદના નવરંગપુરામાં ‘નો પાર્કિંગ’ ઝોનમાં પાર્ક કરેલા એક્ટીવાને ટ્રાફિક પોલીસ ટોઈંગ કરીને લઈ ગઈ હતી. દરમિયાન આ મહિલાએ ટ્રાફિક કચેરીએ આવીને પોલીસ કર્મચારીને બિભત્સ ગાળો બોલીને લાફો મારી દીધો હતો અને સેન્ડલથી માર માર્યો હતો. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)