ઉલ્લેખનિય છે કે હાર્દિકે મેડિકલ ચેકઅપની ના પાડી દીધી હતી. સોલા સિવિલની ટીમ મનીષા પંચાલની આગેવાનીમાં ગઈ હતી પરંતું તેણે કોઈ જાતના ટેસ્ટ કરવાની ના પડતા આખરે ટીમ સિવિલ પરત ફરી હતી.
2/5
લાંબા સમયથી ભાજપથી નારાજ ચાલી રહેલા અને બિહાર ભાજપના મોટા નેતા શત્રુધ્ન સિંહા અને ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા આજે હાર્દિકની મુલાકાત લે તેવી શક્યતા છે. જેના કારણે ભાજપ માટે મોટી ચિંતા ઉભી થઈ રહી છે. ભાજપના બંને નેતા લાંબા સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે જે સ્થિતિમાં તેમની હાર્દિક સાથેની મુલાકાત વધુ સવાલ ઊભા કરી રહ્યા છે.
3/5
ઉપવાસી હાર્દિકની સ્થિતિ કથળી રહી છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને આખરે સરકારે એક આઈસીયુ ઓન વ્હિલ હાર્દિકના ઘર પાસે તહેનાત રાખવાનો નિર્ણય લીધો છે. તેમાં 4 કર્મચારીઓ હાજર રહેશે. આઈસીયુમાં ઓક્સિજન, બોટલ ચડાવવાની સુવિધા અન્ય ઈમરજન્સી દવાઓનો સ્ટોક રાખવામાં આવશે.
4/5
આ ઉપરાંત ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ આજે હાર્દિક સાથે મુલાકાત કરી શકે છે. બીજી તરફ પાટીદાર સમાજની 6 સંસ્થાઓની પણ આજે મોટી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ મુખ્ય મુદ્દો હાર્દિકના ઉપવાસનું જલ્દીથી નિરાકરણ લાવવા અંગે વિચારણા કરવામાં આવે તેવી શક્યતા છે.
5/5
અમદાવાદ: પાસ કન્વિનર હાર્દિક પટેલના ઉપવાસના આજે 11મો દિવસ છે ત્યારે તેની સાથે વાતચીત અને તેના સમર્થનમાં મોટા રાજકીય નેતાઓનો સામવેશ થઈ રહ્યો છે. જ્યારે થોડી રજાઓના વિરામ બાદ આજે ફરી મોટા રાજકીય નેતાઓ હાર્દિકની મુલાકાત માટે અમદાવાદ પહોંચી શકે છે તેવી લાગી રહ્યું છે.