![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
18 વર્ષ બાદ રાહુ-કેતુ બદલી રહ્યાં છે રાશિ, જાણો કઇ 6 રાશિ પર તેની અસર થશે, કેવી ઘટનાનો કરવો પડશે સામનો
18 વર્ષ બાદ મેષ અને તુલા રાશિમાં આવશે રાહુ કેતુ તેનો પ્રભાવ 6 રાશિ પર પડશે.શનિ બાદ રાહુને સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે. રાહુ દોઢ વર્ષ સુધી કોઇ પણ રાશિમાં રહે છે. રાહુનુ રાશિ પરિવર્તન એપ્રિલ 2022માં થવા જઇ રહ્યું છે. આ રાશિ પરિવર્તન કઇ રાશિ માટે અશુભ સંકેત આપે છે. કઇ રાશિ પર વિપરિત તેની અસર પડશે જાણીએ
![18 વર્ષ બાદ રાહુ-કેતુ બદલી રહ્યાં છે રાશિ, જાણો કઇ 6 રાશિ પર તેની અસર થશે, કેવી ઘટનાનો કરવો પડશે સામનો 6 zodiac signs will have to face difficulties due to Rahu's zodiac change 18 વર્ષ બાદ રાહુ-કેતુ બદલી રહ્યાં છે રાશિ, જાણો કઇ 6 રાશિ પર તેની અસર થશે, કેવી ઘટનાનો કરવો પડશે સામનો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/29/327338012c8d4848c1c7fd855c421f58_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાહુનું રાશિ પરિવર્તન:વર્ષ 2022માં 18 વર્ષ બાદ રાહુ-કેતુનું રાશિ પરિવર્તન થઇ રહ્યું છે. આ રાશિ પરિવર્તનની અસર ખાસ કરીને બારમાંથી 6 રાશિ પર વધુ થશે, જાણીએ રાહુ-કેતુ કઇ રાશિમાં પરિભ્રમણ કરશે અને તેની અસર કઇ 6 રાશિઓના જાતકના જીવન પર પડશે.
18 વર્ષ બાદ મેષ અને તુલા રાશિમાં આવશે રાહુ કેતુ તેનો પ્રભાવ 6 રાશિ પર પડશે.શનિ બાદ રાહુને સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે. રાહુ દોઢ વર્ષ સુધી કોઇ પણ રાશિમાં રહે છે. રાહુનુ રાશિ પરિવર્તન એપ્રિલ 2022માં થવા જઇ રહ્યું છે. આ રાશિ પરિવર્તન કઇ રાશિ માટે અશુભ સંકેત આપે છે. કઇ રાશિ પર વિપરિત તેની અસર પડશે જાણીએ..
મેષરાશિ
રાહુના રાશિ પરિભ્રમણના કારણે મેષરાશિના જાતકોને વ્યવસાયમાં નુકસાન થઇ શકે છે. વાણીમાં કડવાશ આવી શકે છે અને તેના કારણે આપને નજીકના સંબંધો બગડી શકે છે.
વૃષભ રાશિ
રાહુ ઉતરાર્થમાં રહેશે, રાહુના રાશિ પરિવર્તનના કારણે બિનજરૂરી ખર્ચમાં વધારો થઇ શકે છે. વર્ષની શરૂઆતમાં નિર્ણયો સમજી વિચારીને લેવા નહિતો વધુ નુકસાન વેઠવું પડશે.
કર્ક રાશિ
રાહુના રાશિ પરિવર્તનના કારણે કર્ક રાશિને નોકરીમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડશે. રાહુ દસમા ભાવમાં છે. જો કે નોકરી બદલવા ઇચ્છતા હો તો આ સમય દરમિયાન સારી ઓફર મળી શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તનની પણ શક્યતા રહેશે.
કન્યા રાશિ
રાહુ 2022માં નવમા ભાવમાં ગોચર કરશે. આ વર્ષમાં આપના શરીરને ઇજા થઇ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. ઉચ્ચ અધિકારી સાથે વિવાદથી બચવું
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને જીવન સાથી સાથે વાદ વિવાદ થઇ શકે છે. આ સમયમાં વાદ વિવાદથી બચવું, રાહુ સાતમા ભાવ જીવન સાથીમાં ગોચર કરશે. જેથી જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે.
ધનુ રાશિ
આપના માટે પણ રાહુનું રાશિ પરિવર્તન શૂભ સંકેત નથી આપતું. આપને 2022માં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય પ્રતિકૂળ રહેશે. વર્ષના શરૂઆતમાં રાહુ છઠ્ઠા ભાવમાં ગોચર કરે છે. જેના કારણે વર્ષના પ્રારંભે સમય પ્રતિકૂળ રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)