શોધખોળ કરો

ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય

હવે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે; 'ભૂમિ સીમાંકન' હેઠળ આખા રાજ્યમાં એકસમાન પદ્ધતિથી થશે પ્રશ્નોનો ઝડપી ઉકેલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં નવી પદ્ધતિ લાગુ.
  • જિલ્લા કક્ષાએ 'ભૂમિ સીમાંકન સમિતિ' કામગીરી કરશે.
  • અરજીઓના ઝડપી નિકાલ માટે ૭ શ્રેણીમાં વર્ગીકરણ કરાયું.
  • સ્થળ પર નિરાકરણ માટે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ' શરૂ થશે.

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ છે અને તમે તેને સુધારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છો, તો તમારા માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે ગામોમાં જમીનની માપણી (પ્રમોલગેશન) પૂરી થઈ ગઈ છે, પણ તેમાં ક્ષતિઓ (ભૂલો) રહી ગઈ છે, તે સુધારવા માટે હવે આખા રાજ્યમાં 'ભૂમિ સીમાંકન' નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોની વાંધા અરજીઓનો ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ આવશે, જેનાથી 'ગુડ ગવર્નન્સ' (સુશાસન) અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને પણ મોટો વેગ મળશે.

જિલ્લા કક્ષાએ બનશે ખાસ 'ભૂમિ સીમાંકન સમિતિ'

મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે કે, દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક 'ભૂમિ સીમાંકન સમિતિ'ની રચના કરવામાં આવે. આ સમિતિ પોતાના જિલ્લામાં જમીન માપણી અને ભૂલો સુધારવાની કામગીરી પર સીધી દેખરેખ રાખશે. આ કમિટીમાં કલેક્ટર ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર, જમીન દફતરના નાયબ નિયામક (SLR), પ્રાંત અધિકારી, DILR, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO), જમીન સંપાદન અધિકારી અને સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીના પ્રતિનિધિ પણ સામેલ હશે.

અરજીઓના ઝડપી નિકાલ માટે નક્કી કરાઈ 7 કેટેગરી

જમીન માપણીમાં રહી ગયેલી ભૂલો સુધારવા માટે આવતી અરજીઓનો ગૂંચવાડો ન થાય અને આયોજનબદ્ધ રીતે તેનો નિકાલ થાય તે માટે મહેસૂલ વિભાગે આવી અરજીઓને 7 અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દીધી છે:

  • સરકારી કે જાહેર હિતની જમીન ઘટી ન હોય અને કોઈ વાંધો ન હોય.
  • સરકારી જમીન ઘટી ન હોય, કોઈ વાંધો બાકી ન હોય અને ખાતેદારને પણ કોઈ પ્રોબ્લેમ ન હોય.
  • સરકારી જમીન ઘટી ન હોય, પણ વાંધા અરજીઓ પેન્ડિંગ હોય.
  • સરકારી જમીન ઘટી ગઈ હોય અને વાંધા અરજીઓ પણ પેન્ડિંગ હોય (આને 3A કેટેગરી નામ અપાયું છે).
  • ગામના ૩૦% થી વધારે સરવે નંબરોમાં કબજા ફેરફાર (અવલ-દવલ) થઈ ગયો હોય.
  • ગામના વાંધાઓ માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતા જ સીમિત હોય.
  • ૩૦% થી વધુ નંબરોના ક્ષેત્રફળ અને આકૃતિમાં મોટો ફેરફાર (Cascading Effect) થયો હોય, અથવા હજુ પ્રમોલગેશન જ ન થયું હોય.

હવે અધિકારીઓ સામેથી આવશે: શરૂ થશે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ'

આ નિર્ણયની સૌથી મોટી અને સારી વાત એ છે કે, જમીન માપણીને લગતા જટિલ પ્રશ્નોના ઉકેલ માટે હવે ખેડૂતોએ કચેરીએ જવાની જરૂર નહીં પડે. મુખ્યમંત્રીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારોને વધુ સત્તા આપી છે. હવે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ' બનાવવામાં આવશે, જે ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ 119, 120 અને નિયમ 21 મુજબ સ્થળ પર જઈને જ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશ્નનો નિકાલ લાવશે. આનાથી લોકોના સમય અને શક્તિ બંનેની બચત થશે અને વહીવટમાં પારદર્શિતા આવશે.

Frequently Asked Questions

જમીનની માપણીમાં સુધારા માટે કઈ નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે?

ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં 'ભૂમિ સીમાંકન' નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. આ પદ્ધતિથી જમીન માપણીમાં થયેલી ભૂલોનો ઝડપી અને પારદર્શક ઉકેલ આવશે.

જમીન માપણીની ભૂલો સુધારવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવશે?

દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં 'ભૂમિ સીમાંકન સમિતિ'ની રચના કરવામાં આવશે. આ સમિતિ જમીન માપણી અને ભૂલો સુધારવાની કામગીરી પર દેખરેખ રાખશે.

જમીન માપણીની અરજીઓના નિકાલ માટે કેટલી કેટેગરી નક્કી કરાઈ છે?

જમીન માપણીની ભૂલો સુધારવા માટે આવતી અરજીઓને 7 અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે. આનાથી અરજીઓનો આયોજનબદ્ધ રીતે નિકાલ થશે.

જમીન માપણીના પ્રશ્નોના ઉકેલ માટે શું વ્યવસ્થા ગોઠવાઈ છે?

હવે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ' બનાવવામાં આવશે, જે સ્થળ પર જઈને કાયદેસરની કાર્યવાહી કરી પ્રશ્નોનો નિકાલ લાવશે. આનાથી ખેડૂતોનો સમય અને શક્તિ બંને બચશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget