Numerology:મૂલાંક 4ના લોકો સ્પષ્ટ વકતાની સાથે ધરાવે છે આ ખાસિયત, જાણો કેવું હોય છે જીવન
4, 13, 23 અને 31 ના રોજ જન્મેલા લોકોનો મૂલાંક 4 છે. નંબર 1 થી 9 સુધી ગણવામાં આવે છે, જે જન્મ તારીખ દ્વારા નક્કી કરવામાં આવે છે.
Numerology:અંકશાસ્ત્ર દ્રારા આપણે ઘણું જાણી શકીએ છીએ. સંખ્યાઓ એ આપણા રોજિંદા જીવનનો સૌથી અભિન્ન ભાગ છે. શું તમે જાણો છો કે જે તારીખે આપણો જન્મ થયો છે તેની પણ આપણા વ્યક્તિત્વ પર મોટી અસર પાડે છે. ચાલો જાણીએ મૂંલાક 4 સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો. સૌથી પહેલા જાણીએ કે કયા લોકોનો 4 મૂલાંક હોય છે.
4, 13, 23 અને 31 ના રોજ જન્મેલા લોકોનો મૂલાંક 4 છે. નંબર 1 થી 9 સુધી ગણવામાં આવે છે, જે જન્મ તારીખ દ્વારા નક્કી કરવામાં આવે છે. જો તમારો જન્મ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ના રોજ થયો હોય તો આ તમારો મૂલાંક નંબર હશે. જો કે, જો તારીખ 9 થી વધુ એટલે કે 11, 31 અથવા અન્ય હોય તો બંને અંકોનો સરવાળો આપનો મૂલાંક બનશે. ઉદાહરણ તરીકે, જો તમારો જન્મ કોઈપણ મહિનાની 25મી તારીખે થયો હોય તો 2+5 ઉમેરીશું. તેનો કુલ 7 હશે, તો તમારો મૂળાંક નંબર 7 હશે. મૂલાંક નંબર વ્યક્તિના વર્તન, સ્વભાવ અને ગુણો વિશે માહિતી આપે છે. જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 અને 31 તારીખે થયો હોય તો આપનો મૂલાંક નંબર 4 હશે.
નવું વર્ષ 2024 સારું રહેશે
મૂલાંક 4નો અધિપતિ ગ્રહ રાહુ છે. તેમને બોલ્ડ જીવન જીવવું ગમે છે. વર્ષ 2024માં તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. 2024 નો સરવાળો 8 છે અને 8 એ શનિની સંખ્યા છે. તેથી, અમે કહી શકીએ કે આગામી વર્ષમાં તમે જેટલી મહેનત કરશો, તેટલા સારા પરિણામો તમને મળશે.
મૂલાંક 4 વિશે ધારણા
અંકશાસ્ત્ર પ્રમાણે 4 નંબર વાળા લોકોને ઘરની સાથે-સાથે સમાજ વિશે પણ સંપૂર્ણ માહિતી હોય છે. જો કે, તેઓ બિન્દાસ સ્વભાવના હોય છે. આ કારણે ઘણી વખત તેઓ ખરાબ સંગતમાં પડી જાય છે. આ લોકોએ ખોટી સંગતથી બચવાની જરૂર છે. ખાસ વાત એ છે કે, તેઓ પોતાની ઈચ્છા મુજબ કામ કરવામાં માને છે, પરંતુ કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી નથી રાખતા અને તેને સમયસર પૂર્ણ કરે છે. આ મૂલાંકના લોકો પ્રેમાળ ઉદાર અને પ્રામાણિક હોય છે તેમજ સ્પષ્ટ વક્તા હોય છે
જો આપણે મૂલાંક નંબર 4 ધરાવતા લોકોના સંબંધો વિશે વાત કરીએ, તો સંબંધોની બાબતમાં, તેઓ ફક્ત મૂળાંક નંબર 4 ના લોકો સાથે જ સારી રીતે નિભાવે છે. તેઓ ભાગ્યે જ તેમના ભાઈ-બહેનો સાથે પણ સારી રીતે વર્તે છે. મિત્રો પણ આવા લોકોના ઓછો હાય છે. તેમની લવ લાઈફની વાત કરીએ તો તેઓ પ્રેમ તરફ ઝોક ધરાવે છે, પરંતુ તેમની લવ લાઈફ લાંબો સમય ટકી શકતી નથી.
કારકિર્દી વિશે
મૂલાંક નંબર 4 ધરાવતા લોકો ઉત્તમ નેતા બની શકે છે. તેઓ વૈજ્ઞાનિકો અને રાજકારણીઓ તેમજ ડોકટરો, વકીલો અને પ્રોફેસરો હોઈ શકે છે. જો કે તેમને નોકરીમાં વધારે નફો નથી મળતો.
આરોગ્ય સમસ્યાઓ
મૂલાંક નંબર 4 વાળા લોકોના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત તેઓ એવા રોગોથી પીડાય છે જેના વિશે તેઓ જાણતા પણ નથી. માનસિક સમસ્યાઓ સાથે, તેમને બ્લડ પ્રેશર, હૃદયની સમસ્યા, અનિદ્રા વગેરે જેવી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
શુભ દિવસ
તેમના માટે 4, 13, 22 અને 31 વગેરે તારીખો શુભ છે. આ સાથે રવિવાર, સોમવાર, શનિવાર અને બુધવાર તેમના માટે શુભ છે. જો આપણે શુભ રંગોની વાત કરીએ તો, વાદળી, ભૂરા અને ખાકી રંગો તેમના માટે અનુકૂળ છે.