શોધખોળ કરો

Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

Rajkot News: ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટ જિલ્લા વહીવટી પ્રશાસને કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

Rajkot News: ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટ જિલ્લા વહીવટી પ્રશાસને કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. કલેક્ટર કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેના હેલ્પલાઈન નંબર  0281 2471573, 0281 2410100 પણ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 15 જેટલા પરિવારોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. મૂળ રાજકોટના અનેક લોકો દુબઈમાં કામ કે ફરવા ગયા હોય તેમના પરિવારજનોએ સંપર્ક કર્યો હતો. 

મોટા ભાગના લોકો દુબઈમાં કામ કરતા હોય અને ફરવા માટે ગયા હોય તેવા પરિવારજનોએ સંપર્ક કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્યુ.આર કોડ જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈરાન તેમજ દુબઈમાં ફસાયેલા લોકો માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સ્ટેટ દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવી છે. QR કોડ અને વેબસાઇટ www.meaers.com/request પર પોતાની માહિતી મુકી મદદ માંગી શકે છે. રાજકોટ મામલતદાર મીરાબેન જાનીએ જાણકારી આપી હતી. રાજકોટ ડિઝાસ્ટર મામલતદાર મીરાબેન જાનીએ જણાવ્યું હતું કે, આ કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રહેશે. જ્યાં ફોન કરતા લોકોની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમને કરવામાં આવે છે અને તે માહિતી સ્ટેટ દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવે છે.

ઈરાનમાં 742 લોકોના મોત 

મિડલ ઈસ્ટમાં ઈરાન સાથેનું યુદ્ધ આજે ચોથા દિવસમાં પ્રવેશ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા બાદ 28 ફેબ્રુઆરી, 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલાઓથી તેની શરૂઆત થઈ હતી. ત્યારથી પરિસ્થિતિ ઝડપથી બગડી છે. ઈરાને બદલો લેવા માટે હુમલાઓ શરૂ કર્યા, ખાડી દેશોમાં અમેરિકન ઠેકાણાઓ અને દૂતાવાસો પર ડ્રોન અને મિસાઈલ છોડ્યા. ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલાઓ વધારી દીધા છે. ઈરાનમાં મૃત્યુઆંક હવે 742ને વટાવી ગયો છે અને વૈશ્વિક સ્તરે તેલના ભાવ પ્રતિ બેરલ 150 ડોલરથી વધુ થઈ ગયા છે.

ઈઝરાયલી વાયુસેના ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ પર સતત હુમલો કરી રહી છે. ઈઝરાયલી લશ્કરી પ્રવક્તા અવિચાય અદરઈએ જણાવ્યું હતું કે ઈઝરાયલી વિમાનોએ ઈરાની રડાર સિસ્ટમ અને મિસાઈલ લોન્ચરને નિશાન બનાવ્યા છે, જેમાં આ ડિફેન્સ સિસ્ટમનું સંચાલન કરતા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયલે ઈરાની બેલિસ્ટિક મિસાઈલ સ્થળો પર હુમલો કરવાનો પણ દાવો કર્યો છે. અત્યાર સુધીમાં, ઈરાનમાં 742 લોકો માર્યા ગયા છે અને 750 થી વધુ ઘાયલ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget