Akshaya Tritiya 2023: આ વર્ષે અખાત્રીજ પર લગ્ન માટે નથી શુભ મુહૂર્ત, જાણો બીજા ક્યાં કરી શકાશે કાર્યો
Akshaya Tritiya 2023: દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની ત્રીજના દિવસને અક્ષય તૃતિયાનો તરીકે મનાવાય છે. આ વખતે અક્ષય તૃતીયા 22 એપ્રિલે છે. અક્ષય તૃતીયાને અનંત-અક્ષય-અક્ષુન ફળદાયી કહેવાય છે.
Akshaya Tritiya 2023:અક્ષય તૃતિયાના દિવસે પંખો, ચોખા, મીઠું, ઘી, ખાંડ, શાકભાજી, ફળ, આમલી અને કપડા વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કોઈપણ નવું કામ, ખરીદી, લગ્ન, કરવા માટે આ તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસને સ્વયં શુભ સમય માનવામાં આવે છે. અખાત્રીજનું મૂહુર્ત એટલે જ વણજોયું મૂહૂર્ત કહેવામાં આવે છે. અક્ષય તૃતિયા પર ભૂમિ પૂજન, ગૃહ પ્રવેશ વગેરે માટે શુભ મનાય છે જો કે આ વખતે અક્ષય તૃતિયા પર બની રહેલા યોગના કારણે આ વખતે અખા ત્રીજ પણ લગ્નનું મૂહૂર્ત નથી
દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની ત્રીજના દિવસને અક્ષય તૃતિયાનો તરીકે મનાવાય છે. આ વખતે અક્ષય તૃતીયા 22 એપ્રિલે છે. અક્ષય તૃતીયાને અનંત-અક્ષય-અક્ષુન ફળદાયી કહેવાય છે. જેનો ક્યારેય ક્ષય થતો નથી તેને અક્ષય કહેવાય છે. આ દિવસને સ્વયં જ સમય માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. શ્રી હરિ વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના રોજ થયો હતો.
અક્ષય તૃતિયા પર લગ્ન માટે આ કારણે નથી શુભ મુહૂર્ત
વર્ષો પછી એવો સંયોગ બન્યો છે કે, આ વખતે અક્ષય તૃતીયા પર લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી. જ્યોતિષાચાર્યના મતે 27મી એપ્રિલ સુધી ગુરુ અસ્ત છે. તો શાસ્ત્ર પ્રમાણે ગુરુ અસ્ત થવાને કારણે લગ્ન આ સમયે નથી થતાં. આ કારણે આ વર્ષે અક્ષય તૃતીયા પર લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી. લગ્ન માટેનો શુભ સમય 27 એપ્રિલ પછી છે. દર વર્ષે અક્ષય તૃતીયા પર મોટી સંખ્યામાં લોકો લગ્ન કરે છે.
અક્ષય તૃતિયાનો પૂજા માટેનો શુભ સમય
આ વર્ષે અક્ષય તૃતીયા 22 એપ્રિલ, 2023ના રોજ સવારે 7.49 વાગ્યાથી 23 એપ્રિલ, 2023ના રોજ સવારે 7.47 વાગ્યા સુધી છે. પૂજા માટેનો શુભ સમય 22 એપ્રિલે સવારે 7.49 થી 12.20 સુધીનો છે.
આ વસ્તુઓનું દાન કરો અને નવો વેપાર કરો શરૂ
અક્ષય તૃતીયાના દિવસે ચોખા, મીઠું, ઘી, ખાંડ, શાકભાજી, ફળ, આમલી અને કપડા વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કોઈપણ નવું કામ, ખરીદી, લગ્નની શરૂઆત કરવા માટે આ તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસને સ્વયં સ્પષ્ટ શુભ સમય માનવામાં આવે છે. તમામ શુભ કાર્યો ઉપરાંત મુખ્યત્વે લગ્ન, સોનું, નવો સામાન ખરીદવો,, વાહન ખરીદી, ભૂમિ પૂજન અને નવો ધંધો શરૂ કરી શકાય છે.