Vadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ
વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ. છાણીના દશામાં મંદિર પાસે કેનાલ રોડ પર પસાર થતા બાઈક ચાલકને બેફામ ડમ્પરે લીધો અડફેટે. વડોદરામાં છેલ્લા એક સપ્તાહમાં ડમ્પર અડફેટે બેના મોત
વડોદરામાં ડમ્પર ચાલકોનો આતંક યથાવત. આજે ફરી એકવાર ડમ્પર બાઈક સવારનો ભોગ લીધો છે. છાણીના દર્શામાં મંદિર પાસે ડમ્પરની અડફેટે બાઈક ચાલકનું મોત થયું છે. કેનાલ રોડ પરથી પસાર થતા બાઈક ચાલકને બેફામ ડમ્પરે અડફેટે લીધો, જેના કારણે તેનું મોત થયું.
વડોદરામાં છેલ્લા એક સપ્તાહમાં ડમ્પરના અડફેટે આવી જવાના કારણે કુલ બે લોકોના મોત નીપજ્યા છે. આજે વધુ એક આ પ્રકારની ઘટના બની છે, જેને લઈ લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાને જોતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.





















