(Source: ECI/ABP News/ABP Majha)
Annapurna Jayanti 2022: અન્નપૂર્ણા જંયતી પર કરો આ અચૂક સચોટ ઉપાય, જીવનમાં ક્યારે નહિ થાય ધનની કમી
Annapurna Jayanti 2022: માર્ગશીર્ષ માસની પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણ જયંતી ઉજવવામાં આવે છે. પૂજાના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી દ્રરિદ્રતાના દૂર કરી શકાય છે.
Annapurna Jayanti 2022: માર્ગશીર્ષ માસની પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણ જયંતી ઉજવવામાં આવે છે. પૂજાના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી દ્રરિદ્રતાના દૂર કરી શકાય છે.
હિન્દુ પંચાગ અનુસાર માર્ગશીર્ષ માસની પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતી મનાવવામાં આવે છે. આ દિવસ દેવી પાર્વતીના અન્નપૂર્ણા સ્વરૂપને સમર્પિત છે. માન્યતા છે કે, આજના દિવસે મા અન્નપૂર્ણાની વિધિ વિધાનથી પૂજા અર્ચન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. આવો જાણી તારીખ, મૂહૂર્ત અને ઉપાય
અન્નપૂર્ણા જયંતી ક્યારે છે?
અન્નપૂર્ણા જયંતી 8 ડિસેમ્બરે છે. આ દિવસે મા પાર્વતી સમસ્ત સૃષ્ટીનું ભરણ પોષણ કરનાર દેવી અન્નપૂર્ણા સ્વરૂપ પ્રગટ થઇ હતી. મા અન્નપૂર્ણાની સાધના અને સન્માન કરનારને ક્યારે ભૂખ્યુ નથી રહેવું પડતું. હિન્દુ પંચાગ અનુસાર માર્ગશીર્ષ પૂર્ણિમા તિથિ છે. અન્નપૂર્ણા જંયતી 7 ડિસેમ્બર સવાર 08.1 મિનિટે શરૂ થાય છે અને બીજા દિવસે એટલે 8 ડિસેમ્બરે સવારે 9 વાગ્યે 37 મિનિટે પૂર્ણ થાય છે.
અન્નપૂર્ણા જયંતીનું માહાત્મ્ય
અન્નપૂર્ણા જયંતિ પર દેવીની પૂજા કરવાથી અન્ન અને પૈસાની કમી નથી થતી. શાસ્ત્રો અનુસાર, જેને આર્થિક તંગી અને દિવસમાં બે સમયના ભોજન માટે સખત સંઘર્ષ કરવો પડે છે, તેવા લોકોએ ખાસ દર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે દેવી અન્નપૂર્ણાનું આહ્વાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને અનાજના ભંડાર ભરેલા રહે છે.
અન્નપૂર્ણા જયંતીના ઉપાય
અન્નપૂર્ણા જયંતી પર સપ્તધાન,(જવ,ઘઉં, મગ, સાવા, અડદ, કાકુન ચણા) દેવીને સમર્પિત કરો. તેનાથી દ્રરિદ્રતા દૂર થાય છે. માન્યતા છે કે આ સાત પ્રકારના ધાન્ય સમર્પિત કરવાથી સાત ગ્રહો શાંત થાય છે અને મા લક્ષ્મીની કૃપા થાય છે. આ ઉપાયથી ગ્રહોનો અશુબ પ્રભાવ દૂર થાય છે.
આ દિવસે મા અન્નપૂર્ણાને સૂકા ધાણાના દાણા સમર્પિત કરો. આ ધાણાના દાણાને કિચનમાં સ્ટોર કરીને રાખવાથી મા અન્નપૂર્ણાની કૃપા બની રહે છે. ક્યારે ધનના ભંડાર રાખી થતાં નથી. આ તમામ ઉપાય અન્નપૂર્ણા દેવીને પ્રસન્ન કરે છે અને મા સુખ,સુવિધા અને સંપન્નતાનો વરદાન આપે છે.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને કેટલી માહિતીના આધારે લેવામાં આવી છે. Abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માહિતીની પુષ્ટી કરતું નથી. આ સૂચનને અમલી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.