Benefits Of Overripe Banana: કેળાની છાલ પડી ગઇ હોય કાળી તો ફેંકી ન દેતા, તેના ફાયદા જાણી દંગ રહી જશો
ઘણીવાર એવું બને છે કે જ્યારે કેળા વધારે પાકે છે ત્યારે તેની છાલનો રંગ કાળો કે ભૂરો થઈ જાય છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો તેને ખરાબ અને સડેલું માનીને ફેંકી દે છે.

Benefits Of Overripe Banana: ઘણીવાર એવું બને છે કે જ્યારે કેળા વધારે પાકે છે ત્યારે તેની છાલનો રંગ કાળો કે ભૂરો થઈ જાય છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો તેને ખરાબ અને સડેલું માનીને ફેંકી દે છે.
સફરજન પછી, કેળું એકમાત્ર એવું ફળ છે જે દરરોજ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. કારણ કે કેળામાં વિટામિન, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. મોટાભાગના લોકો લીલા એટલે કે કાચા કેળા રાંધીને ખાય છે. જ્યારે પીળા રંગના કેળા સીધા જ ખાવામાં આવે છે. ઘણીવાર એવું બને છે કે જ્યારે કેળા વધારે પાકે છે ત્યારે તેની છાલનો રંગ કાળો કે ભૂરો થઈ જાય છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો તેને ખરાબ અને સડેલું માને છે અને તેને કચરામાં ફેંકી દે છે. જો કે, શું તમે જાણો છો કે વધુ પાકેલા કેળાને ફેંકી દેવાને બદલે ખાવાથી તમને કેટલા ફાયદા થઈ શકે છે.
- હકીકતમાં, વધુ પાકેલા કેળામાં વધુ ટ્રિપ્ટોફન હોય છે, જે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, કાળા અથવા ભૂરા રંગની છાલવાળા કેળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે તમને ઘણી બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે તમારે વધારે પાકેલા કેળા શા માટે ખાવા જોઈએ.
- વધારે પાકેલા કેળા ખાવાના ફાયદા
- કોષોને નુકસાનથી બચાવે છે: વધુ પાકેલા કેળા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. વધુ કાળી અને ભૂરી છાલવાળા કેળા ખાવાથી, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે. તે ઘણી બીમારીઓથી પણ બચાવી શકે છે. એટલું જ નહીં, તે કોષોને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવે છે.
- હૃદય માટે ફાયદાકારકઃ વધુ પાકેલા કેળા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. વધારે પાકેલા કેળા ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. તે હૃદય સંબંધિત રોગોના જોખમ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.
- પચવામાં સરળ: વધારે પાકેલા કેળામાં હાજર સ્ટાર્ચ ફ્રી શુગરમાં રૂપાંતરિત થાય છે. આ જ કારણ છે કે, તેઓ સરળતાથી પચી જાય છે. આ ખાવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે. નબળા પાચનતંત્રવાળા લોકોએ વધુ પાકેલા કેળા ખાવા જોઈએ.
- કેન્સરને રોકવામાં મદદરૂપઃ કેળાની કાળી કે ભૂરી છાલમા એક ખાસ પ્રકારનો પદાર્થ હોય છે, જેને ટ્યૂમર નેક્રોસિસ ફેક્ટર કહેવાય છે. તે કેન્સરના કોષો અને અન્ય ખતરનાક કોષોને વધતા અટકાવવાનું કામ કરે છે.
- માંસપેશીઓના દુખાવાથી રાહત: જો તમે વારંવાર સ્નાયુઓના દુખાવાથી પરેશાન છો, તો તમારે વધુ પાકેલા કેળા ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. કારણ કે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે માંસપેશીઓના દુખાવા અને ખેંચાણથી રાહત આપવાનું કામ કરે છે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ, દવા, ઉપાયને અમલી કરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
