શોધખોળ કરો

Tilak significance: હિન્દુ ધર્મમાં તિલક કરવાનું છે અનેરૂ મહત્વ, જાણો તેના પાછળના તર્ક અને કારણો

હિંદુ ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીના ઉગ્ર ગ્રહો પણ શાંત થાય છે.

Benefits Of Applying Tilak: હિંદુ ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીના ઉગ્ર ગ્રહો પણ શાંત થાય છે.

સનાતન ધર્મમાં કપાળ પર તિલક લગાવવાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીમાં મોજૂદ ઉગ્ર ગ્રહો  શાંત થાય છે. સામાન્ય દિવસોમાં અથવા કોઈ ખાસ તહેવાર પર વિવિધ પ્રકારના તિલકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી ચંદનનું તિલક સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. ચંદનનું તિલક લગાવવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ શા માટે કપાળ પર તિલક લગાવવામાં આવે છે અને તેના ફાયદા શું છે.

કપાળ પર તિલક લગાવવાનું ધાર્મિક મહત્વ

શાસ્ત્રોમાં કપાળ પર તિલક લગાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તિલક લગાવવાથી ગ્રહોની સ્થિતિ સુધરે છે અને તેના કારણે અટકેલા કામ પણ પૂર્ણ  થાય છે. દિવસ પ્રમાણે તિલક લગાવવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે સોમવારે સફેદ ચંદનનું તિલક લગાવવાથી મન શાંત રહે છે. મંગળવારે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને લગાવવું શુભ છે. બુધવારે સૂકું સિંદૂર લગાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ગુરુવારે પીળા ચંદન અથવા હળદરનું તિલક લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

શુક્રવારે લાલ ચંદન અથવા કુમકુમનું તિલક લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. શનિવારે ભસ્મનું તિલક લગાવવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. રવિવારે લાલ ચંદન લગાવવાથી વ્યક્તિને માન-સન્માન અને ધનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર ચંદનનું તિલક લગાવનાર વ્યક્તિનું ઘર અન્ન અને ધનથી ભરેલું રહે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

તિલક લગાવવાનું વૈજ્ઞાનિક મહત્વ

વૈજ્ઞાનિક ધોરણે તિલક લગાવવાનું પણ વિશેષ મહત્વ છે. કહેવાય છે કે કપાળ પર તિલક લગાવવાથી મગજને ઠંડક મળે છે. તેનાથી વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરવામાં સરળતા રહે છે. કહેવાય છે કે કપાળ પર તિલક લગાવવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધે છે અને તે પોતાના નિર્ણયો ખૂબ જ મક્કમતાથી લે છે. ચંદનનું તિલક લગાવવાથી મગજને ઠંડક મળે છે.

 Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
Embed widget