Braj 84 kos Yatra ચોર્યાસી કોસ પરિક્રમાનું શું છે મહત્વ, જાણો ક્યારે કરવાથી મળે છે તેનું અધિક ફળ
અધિક માસમાં વ્રજ ચોર્યાસી યાત્રા કરવાનું વિશેષ મહત્વ છે. આ સમયે કૃષ્ણ ભગવાને વ્રજમાં જ ચાર ધામના દર્શન નંદબાબા અને યશોદાને કરાવ્યાં હતા
Braj Chaurasi kos Yatra વૃંદાવનને વ્રજ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્રજ 84 કોસ પરિક્રમા તરીકે ઓળખાતી યાત્રાને વેદ અને પુરાણોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે. તે હિન્દુઓ માટે મુખ્ય તીર્થસ્થાનોમાંનું એક માનવામાં આવે છે. ચાલો જાણીએ શું છે બ્રજ 84 કોસ પરિક્રમાનું શું છે મહત્વ.
ભગવાન શ્રી કૃષ્ણનું મોટાભાગનું બાળપણ વૃંદાવનમાં વીત્યું હતું. આવી સ્થિતિમાં આ ભૂમિનું મહત્વ વધી જાય છે. 84 કોસ પરિક્રમા લગભગ 300 કિલોમીટરની યાત્રા છે. આ યાત્રા વૃંદાવન અને તેની આસપાસના વિસ્તારોમાં પવિત્ર સ્થાનો પર કરવામાં આવે છે.
આ યાત્રાનું શું મહત્વ છે
વૃંદાવન એ સ્થાન છે, જ્યાં ભગવાન કૃષ્ણએ ઘણી લીલાએ કરી હતી. વરાહ પુરાણમાં વ્રજ 84 કોસ પરિક્રમા વિશે વર્ણન છે, પૃથ્વી પર 66 અબજ તીર્થો છે અને તે બધા ચાતુર્માસમાં બ્રજમાં આવે છે અને નિવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે એકવાર મૈયા યશોદા અને નંદ બાબાએ ચાર ધામનીયાત્રાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તમામ તીર્થયાત્રીઓને તેમના દર્શન માટે બ્રજમાં બોલાવ્યા હતા.
આ યાત્રાને લઈને એક માન્યતા એવી પણ છે કે, 84 કોસ પરિક્રમા કરવાથી વ્યક્તિ 84 લાખ જન્મોમાંથી મુક્તિ મેળવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ સાથે જ આ યાત્રા કરવાથી વ્યક્તિના તમામ પાપ નાશ પામે છે.
ચાતુર્માસમાં આ 84 કોસની યાત્રાનું વિશેષ મહત્વ છે. મોટાભાગની યાત્રાઓ ચૈત્ર, વૈશાખ મહિનામાં કરવામાં આવે છે. ચૈત્ર પૂર્ણિમાથી બૈશાખ પૂર્ણિમા સુધી વર્ષમાં માત્ર એક જ વાર પરિક્રમા યાત્રા કાઢવામાં આવે છે. કેટલાક લોકો અશ્વિન મહિનામાં વિજયા દશમી પછી શરદ ઋતુમાં પરિક્રમા શરૂ કરે છે. શૈવ અને વૈષ્ણવો પાસે પરિક્રમા માટે અલગ અલગ સમય હોય છે.
આ યાત્રા કેવી રીતે શરૂ કરવી
મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા આ યાત્રા કરે છે. આ યાત્રા પૂર્ણ કરવામાં એક મહિના કે તેથી વધુ સમય લાગે છે. આ સમગ્ર પરિક્રમામાં લગભગ 1300 ગામો છે. આ સાથે ભગવાન કૃષ્ણના લીલાના સાક્ષી એવાન 1100 સરોવરો, 36 વન અને પર્વતો બધાના દર્શન એક લ્હાવો છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો