Car Battery : શિયાળામાં ક્યારેય ના કરો આ ભૂલ નહિંતર કારને મારવો પડશે ધક્કો
શિયાળામાં કારના વોલ્ટેજનું ટેસ્ટિંગ કરવું અનિવાર્ય છે. જેથી કરીને એ જાણી શકાય છે કે તમારી કારની બેટરી યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં.
Car Care: શિયાળામાં કાર અને તેમાં પણ ખાસ કરીને કારની બેટરીનું થોડું વધારે જ ધ્યાન રાખવું પડે છે. જે હવામાનમાં ઠંડકને કારણે ઝડપથી ડિસ્ચાર્જ થઈ જાય છે. આ માટે આજે અમે તમને સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેને અનુસરવાથી ગાડીને ધક્કો મારવાની જરૂર નહીં પડે. તેવી જ રીતે કારની બેટરીની સમસ્યા પણ નહીં કનડે.
બેટરી વોલ્ટેજ ટેસ્ટ
શિયાળામાં કારના વોલ્ટેજનું ટેસ્ટિંગ કરવું અનિવાર્ય છે. જેથી કરીને એ જાણી શકાય છે કે તમારી કારની બેટરી યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં. જો તમારી કારનો ઉપયોગ ઓછો થાય છે તો શિયાળામાં બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થવાને કારણે ડીપ ડિસ્ચાર્જ પણ થઈ શકે છે. જેના કારણે બેટરી ડેમેજ થવાની શક્યતા વધી જાય છે. આ માટે વોલ્ટેજ ટેસ્ટ દ્વારા બેટરીની સ્થિતિ જાણી શકાય છે. વોલ્ટેજ ટેસ્ટ કરતી વખતે તેનું માપ 12.6 કરતા ઓછું ન હોવું જોઈએ.
બેટરી ચાર્જિંગ સિસ્ટમ
જો તમે કારની બેટરી નંખાવ્યાને લાંબો સમય ન થયો હોય અને કારનો વપરાશ પણ નિયમિત પણે યથાવત જ રહે છે. તો આ સ્થિતિમાં જો બેટરીને કારણે સમસ્યા આવતી હોય તો કારની ચાર્જિંગ સિસ્ટમમાં પણ સમસ્યા ઉભી થઈ શકે છે. આ માટે તમારે તેને કોઈ સારા મિકેનિકને બતાવવું વધારે હિતાવહ લેખાશે.
બેટરી મેંટેનંસ
તમારી કારની બેટરી યોગ્ય રીતે કામ કરે તે માટે સમયાંતરે બેટરીની જાળવણી અને તેની સાફ સફાઈ મહત્વની રહેશે. આ માટે પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને સોલ્યુશન બનાવો અને તેનાથી બેટરી સાફ કરો. ઉપરાંત જો બેટરી કનેક્ટર્સ પર એસિડ જમા થયું હોય તો તેને યોગ્ય રીતે સાફ કરો અને તેના પર પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરો.
બેટરી લાઈફ
જો તમને તમારી કારની બેટરી ચાર્જિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે તો બેટરી કેટલી જૂની થઈ છે તે ચેક કરી લો. જો બેટરી નાખ્યાને ત્રણ વર્ષ કે તેથી વધુ સમય થઈ ગયો હોય તો તમારે નવી બેટરી નંખાવી દેવી જોઈએ. બેટરીની લાઈફ મોટા ભાગે આટલી જ હોય છે.