Chaitra Navratri: નવરાત્રિના ચોથા નોરતે માતા કુષ્માન્ડાની પૂજા સાથે આ મંત્રનો કરો જાપ, મનોરથથી ની થશે પૂર્તિ
દેવી કુષ્માંડા તેના ભક્તોને રોગ, દુ:ખ અને વિનાશથી મુક્ત કરે છે અને તેમને જીવન, ખ્યાતિ, શક્તિ અને જ્ઞાન આપે છે. જાણીએ પૂજા વિધિ અને ઉપાય
Chaitra Navratri: ચૈત્ર નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. સનાતન ધર્મમાં નવરાત્રિ પર શક્તિની ઉપાસનાનું ઘણું મહત્વ છે. નવરાત્રિના ચોથા દિવસે દેવી દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે, જેની પૂજા કરવાથી ભક્તના જીવનથી સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમનું નિવાસસ્થાન સૂર્યમંડળની અંદર સ્થિત છે. માત્ર તેમની પાસે જ સૂર્ય લોકમાં રહેવાની ક્ષમતા અને શક્તિ છે.
માતા કુષ્માંડાનું સ્વરૂપ
તેમના શરીરનું તેજ સૂર્ય સમાન છે, તેમનું તેજ તેની સાથે સરખાવી શકાય છે. તેમની શક્તિ અને પ્રભાવની તુલના અન્ય કોઈ દેવ અથવા દેવી કરી શકતા નથી. તેમની તેજ અને પ્રકાશથી દસ દિશાઓ પ્રકાશિત થઈ રહી છે. બ્રહ્માંડના તમામ પદાર્થો અને જીવોમાં હાજર પ્રકાશ એ તેમનો પડછાયો છે. માતાજીના અષ્ટ હસ્ત છે, તેથી તે અષ્ટભુજાદેવી તરીકે પણ ઓળખાય છે. તેમના સાત હાથમાં અનુક્રમે કમંડલુ, ધનુષ્ય, બાણ, કમળનું ફૂલ, અમૃત પાત્ર, ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં એક માળા છે જે તમામ સિદ્ધિઓ અને સંપત્તિ આપે છે અને તેનું વાહન સિંહ છે.
મા કુષ્માંડાની પૂજા વિધિ
કુષ્માંડાની પૂજામાં કુમકુમ, અક્ષત, સોપારી, કેસર અને શ્રૃંગાર વગેરે ભક્તિભાવથી ચઢાવો. જો સફેદ ફળનો માતાજીને ભોગ લગાવો. માતાજીના સ્થાપના પૂજા બાદ દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને અંતે ઘીનો દીવો અથવા કપૂરથી મા કુષ્માંડાની આરતી કરો.આરતી પછી તે દીવો આખા ઘરમાં પ્રગટાવો, આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. હવે તમારા પરિવારની સુખ, સમૃદ્ધિ અને મુશ્કેલીઓથી રક્ષણ માટે માતા કુષ્માંડાને પ્રાર્થના કરો. જો અપરિણીત કન્યા કુષ્માંડાની પૂજા કરે છે, તો તેમને તેમનો ઇચ્છિત વર મળે છે.
માતા કુષ્માંડાનું પ્રિય ભોજન
પૂજા સમયે મા કુષ્માંડાને હલવો, મીઠુ દહીં અથવા માલપુઆનો પ્રસાદ ચઢાવવો. આ પ્રસાદ જાતે જ ખાવો જોઈએ અને બ્રાહ્મણોને પણ દાન કરવું જોઈએ.
માતા કુષ્માંડાનું પ્રિય ફૂલ અને રંગ
માતા કુષ્માંડાને લાલ રંગ પ્રિય છે, તેથી પૂજા દરમિયાન તેમને લાલ રંગના ફૂલો જેવા કે, જાસુદ, લાલ ગુલાબ વગેરે અર્પણ કરી શકાય છે, આનાથી દેવી પ્રસન્ન થાય છે.
દેવી કુષ્માંડા તેના ભક્તોને રોગ, દુ:ખ અને વિનાશથી મુક્ત કરે છે અને તેમને જીવન, ખ્યાતિ, શક્તિ અને જ્ઞાન આપે છે. જે વ્યક્તિ વિશ્વમાં કીર્તિ ઈચ્છે છે તેણે માતા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ. દેવીની કૃપાથી તે વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરે છે