શોધખોળ કરો

Corona News: અમદાવાદમાં ફરી વકર્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં નવા 127 કેસ, એક સપ્તાહમાં બમણા કેસ

Corona News: કોરોનાએ ફરી દેશ દુનિયામાં રિએન્ટ્રી કરી છે. વઘતા જતાં કેસે ચિંતા જગાડી છે. ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં વધ્યું છે.

Corona News: અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે. જે બાબત ચિંતાજનક છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 686 પર  પહોંચી છે.  અમદાવાદ સોલા સિવિલમાં કુલ પાંચ દર્દી દાખલ છે. અમદાવાદ અસારવા સિવિલમાં 3 દર્દી સારવાર હેઠળ છે. 

ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના 183 નવા કેસ નોંધાતાથી સાથે જ  કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચી ગયો છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે.  78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. 

દેશમાં કોવિડ-19 કેસોની સંખ્યા ફરી એકવાર વધી રહી છે. શનિવાર સવાર સુધીના આંકડા મુજબ, ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 5755 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 391 નવા કેસ નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે - જેમાંથી  મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુના છે.

કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે, જ્યાં એક જ દિવસમાં 127નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. ત્યારબાદ ગુજરાતમાં 102, પશ્ચિમ બંગાળમાં 26 અને દિલ્હીમાં 73 નવા કેસ નોંધાયા છે. આ રાજ્યોમાં મળીને દેશભરમાં કુલ 391 નવા કેસ નોંધાયા છે. કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે હોસ્પિટલોની તૈયારી તપાસવા માટે મોક ડ્રીલ હાથ ધરી હતી.

બૂસ્ટર ડોઝ કોણે લેવો જોઈએ ?

ભારતમાં લગભગ 73% લોકોએ ઓછામાં ઓછું એક વાર બૂસ્ટર શોટ લીધો છે. પરંતુ ફક્ત 18% લોકોએ નવું અપડેટેડ બૂસ્ટર લીધું છે, જે ખાસ કરીને ઓમિક્રોન વેરિઅન્ટ માટે બનાવવામાં આવ્યું છે. નિષ્ણાતો સલાહ આપે છે કે વૃદ્ધો અને કોઈપણ રોગથી પીડિત લોકોએ વાયરસથી વધુ સારી સુરક્ષા માટે ચોક્કસપણે આ અપડેટેડ બૂસ્ટર લેવું જોઈએ.

AIIMS ના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે કે હાલમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જેમણે હજુ સુધી પ્રથમ કે બીજી રસી લીધી નથી તેઓએ શક્ય તેટલી વહેલી તકે રસી લેવી જોઈએ. તેમનું કહેવું છે કે હાલમાં સામાન્ય લોકોને બૂસ્ટર (ત્રીજો) ડોઝ આપવા માટે જરૂરી માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ જેઓ વધુ જોખમમાં છે, જેમ કે વૃદ્ધો અને જેમને પહેલાથી જ કોઈ રોગ છે તેમના માટે બૂસ્ટર ડોઝ ફાયદાકારક હોઈ શકે છે. સરકારને રસીકરણ અંગે સલાહ આપતા જૂથના વડા ડૉ. એન.કે. અરોરા કહે છે કે 60 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર રોગોથી પીડાતા લોકોએ જો હજુ સુધી બૂસ્ટર ડોઝ ન લીધો હોય, તો તેમણે ચોક્કસપણે બૂસ્ટર ડોઝ લેવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!  
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget