Dhanteras 2022: ધનતેરસ આ 4 રાશિના જાતક માટે નિવડશે શુભ, મળી શકે છે ખુશખબર, થશે ધનવર્ષા
ધનતેરસ આ 4 રાશિના જાતક માટે રહેશે શુભ, અચાનક ધન સંબંધિત સારા સમાચાર મળતાં આપનું આવતું આખું વર્ષ સુખ સમૃદ્ધિમાં વિતશે.
Dhanteras 2022:શનિની ગણતરી અશુભ ગ્રહોમાં થાય છે. દરેક વ્યક્તિ પોતાની જાતને શનિદેવના પ્રભાવથી બચાવવા માંગે છે, પરંતુ જરૂરી નથી કે શનિદેવ દરેકને અશુભ ફળ આપે. શનિ ન્યાયના દેવતા છે અને તે મનુષ્યના કાર્યો અનુસાર પરિણામ આપે છે. સારા કાર્યોનું સારું પરિણામ અને ખરાબ કાર્યોનું ખરાબ પરિણામ એ શનિનો સ્વભાવ છે.
હિન્દુ તહેવારોમાં દિવાળીને મોટા તહેવારોમાંનો એક ગણવામાં આવે છે. આ વખતે દિવાળી પહેલા 23 ઓક્ટોબર 2022ના રોજ ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે શનિદેવ મકર રાશિમાં બિરાજમાન છે. તેઓ ધનતેરસના દિવસે જ માર્ગી થઇ રહ્યાં છે. શનિદેવના માર્ગના કારણે ઘણી રાશિના લોકોની કિસ્મત ખુલવા જઈ રહ્યું છે. જ્યારે શનિ મકર રાશિમાંથી વિદાય લે છે, ત્યારે ઘણી રાશિના લોકો પર તેની શુભ અસર થવાની છે.
મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મેષ છે તે લોકોનું ભાગ્ય ચમકશે.. મેષ રાશિના જાતકોને ધનલાભ થશે, નોકરીમાં પ્રમોશન મળશે, નવું વાહન કે મકાન ખરીદવાની સંભાવનાઓ બની રહી છે, ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં હાથ મિલાવવાની તક મળશે, વૈવાહિક જીવન સુખી રહેશે તેમજ સફળતા મળશે. દરેક કાર્યમાં સિદ્ધ પ્રાપ્ત થશે.
મિથુન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મિથુન છે, તેમને ધન લાભ થશે. સમાજમાં તેમનું માન-સન્માન વધશે, આ સમય વરદાન જેવો છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. પદ પ્રતિષ્ઠા મળશે. દામ્પત્ય જીવન સુખમય રહેશે અને પરિવારજનોનો સહયોગ મળશે.
કર્ક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ કર્ક છે તેમના માટે આ સમય ખૂબ જ ફાયદાકારક છે. નોકરી અને વ્યવસાય માટે આ શ્રેષ્ઠ સમય છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેશો. વિવાહિત જીવન સુખમય રહેશે. તમને સારી નોકરીની ઓફર મળશે. કાર્યસ્થળ પર તમે કરેલા કામની પ્રશંસા થશે.
વૃશ્ચિક
જે લોકોની રાશિ વૃશ્ચિક છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. આવકના માર્ગ મોકળા બનશે. નોકરી અને ધંધામાં લાભ થવાની સંભાવના છે. માન-સન્માન વધશે, વિવાહિત જીવન સુખી રહેશે. કાર્યક્ષેત્રમાં તમને દરેક વ્યક્તિ તરફથી પ્રશંસા મળશે, તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.