PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
નીતિન નબીનને ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. મંગળવારે પાર્ટી મુખ્યાલયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું અને તેમને માળા પહેરાવીને સ્વાગત કર્યું હતું.
PM મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
નીતિન નબીનને શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ કહ્યું, "હું નીતિન નબીનને વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન આપું છું." પીએમ મોદીએ કહ્યું કે ભાજપનું આ સંગઠન પર્વ દેશના કાર્યકર્તા કેન્દ્રિત વિચારનું પ્રતીક છે. પીએમ મોદીએ કહ્યું, "આપણું નેતૃત્વ પરંપરામાં મૂળ ધરાવે છે, અનુભવથી સમૃદ્ધ છે અને સંગઠનને જનસેવા અને રાષ્ટ્ર સેવાની ભાવના સાથે આગળ લઈ જાય છે. અમે શૂન્યથી શિખર સુધીની સફર જોઈ છે."
પીએમ મોદીએ ભાજપના તમામ ભૂતપૂર્વ અધ્યક્ષોનું અભિનંદન કર્યું તેમણે કહ્યું કે આજે ભાજપનું ધ્યાન સંગઠનના વિસ્તરણ પર જેટલું છે તેટલું જ કાર્યકર્તાઓના નિર્માણ પર પણ છે. તેમણે કહ્યું, "હું મુખ્યમંત્રીથી લઈ પ્રધાનમંત્રી પણ રહ્યો, પરંતુ હું હંમેશા ભાજપનો કાર્યકર્તા રહ્યો છું." તેમણે કહ્યું કે હું એક કાર્યકર્તા છું અને નીતિન નબીન મારા બોસ છે.
આ તકે PM મોદીએ કહ્યું કે ભાજપના એક સંસ્કાર છે, એક પરિવાર છે અને સભ્યપદ કરતાં સંબંધો વધુ મહત્વપૂર્ણ છે. ભાજપ એક પરંપરા છે જે પદથી નહીં, પરંતુ પ્રક્રિયાથી ચાલે છે. આપણી પાસે એક કાર્ય વ્યવસ્થા છે, જીવનભરની જવાબદારી. આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં. નેતૃત્વ બદલાય છે, પણ દિશા બદલાતી નથી.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, નીતિન નબીનને માત્ર ભાજપ સાથે





















