અરવલ્લીના મોડાસાના શ્રદ્ધાળુઓને જોધપુર-જેસલમેર હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં અકસ્માત નડ્યો.
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળ્યો; મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓમાં શોકનો માહોલ, MDM હોસ્પિટલમાં સારવાર શરૂ.

- રામદેવરા દર્શન કરીને પરત ફરી રહેલી અરવલ્લીના મોડાસાની લક્ઝરી બસને જોધપુર-જેસલમેર હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો.
- બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલી આ ભયાનક ટક્કરમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
- મંગળવારે સાંજે 4:30 વાગ્યા આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોઝારી ઘટના બની હતી.
- તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા, જેઓ એકતા ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી રહ્યા હતા.
- અકસ્માત બાદ પોલીસ અને સ્થાનિકોની મદદથી ઘાયલોને બહાર કાઢીને જોધપુરની MDM હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Jodhpur Bus Accident: ગુજરાતના અરવલ્લી (Aravalli) જિલ્લાના શ્રદ્ધાળુઓ માટે મંગળવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 (National Highway) પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય 16 મુસાફરો ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તમામ શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા (Ramdevra) ખાતે બાબા રામદેવના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ ભેટી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા (Modasa) તાલુકાના રમાણા રૂપણ અને ફરેડી ગામના ઠાકોર સમાજના લોકો એકતા ટ્રાવેલ્સ (Ekta Travels) ની બસ કરીને રાજસ્થાન દર્શનાર્થે ગયા હતા. મંગળવારે સાંજે 4:30 વાગ્યાના સુમારે જ્યારે તેમની બસ જોધપુરના કેરુ ગામ નજીક આવેલા મુલાનાડા રોયલ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી આવતા એક ટ્રેલર સાથે બસની જોરદાર ટક્કર (Collision) થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ અને ટ્રેલર બંનેના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધડાકાભેર થયેલા અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.
બસમાં કુલ 20 જેટલા લોકો સવાર હતા. સ્થાનિક પોલીસ (Police) અને ગ્રામજનોની મદદથી બસના પતરા ચીરીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનના અધિકારી ઝુલ્ફિકારના જણાવ્યા મુજબ, આ ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 16 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જોધપુરની મથુરાદાસ માથુર (MDM Hospital) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ રાજીવ ગાંધી નગર પોલીસ અને જોધપુરના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વતનમાં પરત ફરવાની રાહ જોઈ રહેલા રમાણા ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Frequently Asked Questions
અરવલ્લીના શ્રદ્ધાળુઓને ક્યાં અકસ્માત નડ્યો?
આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા અને કેટલા ઘાયલ થયા?
આ ગંભીર અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માત ક્યારે અને ક્યાં થયો હતો?
મંગળવારે સાંજે 4:30 વાગ્યા આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોઝારી ઘટના બની હતી.
બસમાં સવાર તમામ મુસાફરો કયા ગામના હતા?
બસમાં સવાર તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા.





















