શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
Kumbh Mela 2021: મકર સંક્રાંતિ પર કુંભનું પ્રથમ સ્નાન જીવનમાં લાવે છે સુખ સમૃદ્ધિ, જાણો કુંભ સ્નાનનું મહત્વ
Kumbh Mela 2021 Date: કુંભ મેળાનું આયોજન આ વખતે હરિદ્વારમાં થઈ રહ્યું છે. હિન્દુ ધર્મમાં કુંભ સ્નાનું વિશેષ મહત્વ બતાવાયું છે. પ્રથન સ્નાનનો યોગ 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ પર બની રહ્યો છે.
Mahakumbh 2021: કુંભમેળાની રાહ પૂરી થઈ જવા રહી છે. કુંભ મેળો આ વખતે હરિદ્વારમાં યોજાઈ રહ્યો છે. પરંતુ આ વખતે હરિદ્વારમાં કુંભ 12 વર્ષે નહીં પરંતુ 11 વર્ષ બાદ આવી રહ્યો છે. કુંભનું આયોજન જ્યોતિષ ગણના આધારે થાય છે. પરંતુ વર્ષ 2022માં બૃહસ્પતિ ગ્રહ કુંભ રાશિમાં ન હોવાથી આ વર્ષે 11 વર્ષ બાદ કુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મકર સંક્રાતિ પર વિશેષ સ્નાન
પંચાગ અનુસાર 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનું પર્વ છે. આ દિવસે પોષ સુદ એકમની તિથિ છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર રહેશે.
કુંભ મેળાના મુખ્ય સ્નાન
કુંભ મેળામાં આ વખતે 6 મુખ્ય સ્નાન છે. પ્રથમ સ્નાન મકર સંક્રાતિનું છે. જે બાદ બીજું સ્નાન 11 ફેબ્રુઆરીએ મૌન અમાસની તિથિ પર થશે. જે બાદ ત્રીજું સ્નાન 16 ફેબ્રુઆરીએ વસંત પંચમીના પર્વ પર થશે. ચોથુ સ્નાન 27 ફેબ્રુઆરીએ પૂનમના દિવસે થશે, પાંચમું સ્થાન 13 એપ્રિલ ચૈત્ર સુદ એકમના દિવસે થશે. આ દિવસથી હિન્દી નવા વર્ષનો આરંભ થશે. છઠ્ઠુ મુખ્ય સ્થાન 21 એપ્રિલના રોજ રામનવમીના દિવસે થશે.
શાહી સ્નાન ક્યારે છે
કુંભમાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. આ વખતે કુંભમાં કુલ ચાર શાહી સ્ના છે. જે આ પ્રકારે છે-
પ્રથમ શાહી સ્નાનઃ 11 માર્ચ શિવરાત્રિ
બીજું શાહી સ્નાનઃ 12 એપ્રિલ સોમવતી અમાસ
ત્રીજું શાહી સ્નાનઃ 14 એપ્રિલ મેષ સંક્રાંતિ
ચોથું શાહી સ્નાનઃ 27 એપ્રિલ વૈશાખી પૂનમ
કુંભ સ્નાનનું મહત્વ
કુંભમાં સ્નાન કરવાથી અનેક પ્રકારની અડચણોથી મુક્તિ મળે છે. આ દિવસે 5 ગ્રહોનો વિશેષ યોગ બની રહ્યો છે. જે પ્રથમ સ્થાનને વધુ વિશેષ બનાવે છે. આ દિવસે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થશે. કુંભ સ્નાનથી શનિથી અશુભતા અને રાહુ-કેતુથી બનનારા દોષોથી છૂટકારો મળે છે. કુંભમાં સ્નાન, દાન અને પૂજાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
બિઝનેસ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion