શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સૂર્ય 16 જુલાઈથી કર્ક રાશિમાં પ્રવેશશે તેથી કઈ રાશિનાં લોકોને શું થશે અસર?

સૂર્ય ખૂબજ શક્તિશાળી અને સક્રિય ગ્રહ છે. તેથી આપણી કુંડળીમાં સૂર્યની સ્થિતિ અને સ્થાન મુજબ આપણામાં કઇ સુષુપ્ત શક્તિઓ આવેલી છે તે જાણી શકાય

નવી દિલ્હીઃ ગ્રહોની દશા અને દિશા બદલવાથી જીવનમાં કેટલાક ફેરફારો થતા હોય છે. સૂર્ય આવતીકાલે, એટલે કે 16 જુલાઈથી કર્ક રાશિમાં પ્રવેશી રહ્યો છે, જેના કારણે કેટલીયે રાશિઓના લોકો પર આની અસર જરૂર દેખાશે. સૂર્ય મિથુનથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને આ ગ્રહ 17 ઓગસ્ટ સુધી આ રાશિમાં જ રહેશે. બાદમાં સૂર્ય સિંહ રાશિમાં આવી જશે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જે સૂર્યનો મિત્ર છે. સૂર્યના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ ઉપર પડશે. મેષ રાશિ મેષ રાશિ માટે સૂર્ય ચોથા ભાવનો થઇ જશે. જેના કારણે જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થશે. છેલ્લાં થોડાં સમયથી જે પરેશાનીઓ ચાલી રહી હતી તે દૂર થઇ શકે છે. અનેક લાભ થશે. આર્થિક સંકટ દૂર થશે. મુશ્કેલીઓનો પાર આવશે. વૃષભ રાશિ આ રાશિ માટે સૂર્ય ત્રીજા ભાવનો રહેશે. આ સ્થિતિ તમારા માટે લાભકારી રહેશે. વાહન સુખ મળી શકે છે. પરિવાર અને સમાજમાં સન્માન વધશે. લગ્ન-વિવાહ અંગે સમય વિલંબિત. પ્રવાસ. મિલન-મુલાકાત. મિથુન રાશિ આ રાશિના લોકો માટે સૂર્ય બીજા ભાવમાં રહીને સમસ્યાઓ દૂર કરશે. આત્મનિર્ભરતા તરફ આગળ વધશો. બધા જ કામ સમયે પૂર્ણ કરવામાં સફળ રહેશો. સાનુકૂળ તક. લાભની આશા. તણાવ હળવો બને. ખર્ચનો પ્રસંગ. કર્ક રાશિ સૂર્ય હવે આ રાશિમાં રહેશે. સમય શુભ રહેશે. કોઇ મોટી સફળતા મળી શકે છે. ધનલાભ મળવાના યોગ બની રહ્યા છે. કાર્યમાં વધારો થશે. સામાજિક કાર્યો થાય. પ્રવાસ-પર્યટન સફળ. સ્નેહીથી મિલન. સિંહ રાશિ આ રાશિ માટે સૂર્ય બારમા ભાવનો રહેશે, જેના કારણે થોડી પરેશાનીઓ વધી શકે છે. સમય આર્થિક રૂપથી સારો પણ રહેશે. વાહનનો પ્રયોગ સાવધાની પૂર્વક કરવો. અંતઃકરણમાં વિષાદ તબિયત સાચવવી. કાર્ય અવરોધ બાદ લાભ. સફળતા જણાય. કન્યા રાશિ અગિયારમા ભાવનો સૂર્ય પક્ષનો રહેશે. ધનમાં વૃદ્ધિ થશે. કાર્ય સમયે પૂર્ણ થશે. આધ્યાત્મિક ક્ષેત્રમાં મન લાગશે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. સફળતા માટે પ્રયત્નો વધુ કરવા પડે. સ્વજન-મિત્ર ઉપયોગી. પ્રવાસ મજાનો બને. તુલા રાશિ દસમા ભાવનો સૂર્ય આ જાતકો માટે મુશ્કેલીઓ વધારી શકે છે. મિત્રો સાથે વાદ-વિવાદ થઇ શકે છે. ધૈર્ય જાળવી રાખશો તો હાનિથી બચી શકશો. અવરોધ દૂર થાય. નવીન તક મળે. સ્વજનનો સહકાર. પ્રવાસમાં આનંદ. વૃશ્ચિક રાશિ આ રાશિ માટે નવમા ભાવનો સૂર્ય કાર્યમાં ફેરફાર કરાવી શકે છે. વેપારીઓ માટે સમય સારો રહેશે. મિત્રોની મદદથી મોટા લાભ મળી શકે છે. માનસિક તણાવ દૂર થાય. ગૃહજીવન, લગ્ન-વિવાહની બાબતો અંગે શુભ. ખર્ચ વધે. નોકરી-વ્યવસાયમાં સાનુકૂળ તક. પ્રયત્નો ફળે. સુખદ્ કાર્ય. ધન રાશિ આ રાશિ માટે આઠમા ભાવનો સૂર્ય કોઇ મોટા કામમાં સફળતા અપાવી શકે છે. ખર્ચમાં વધારો થઇ શકે છે, સાથે ધનલાભ પણ થશે. વેપારમાં સફળતા પ્રાપ્ત થશે. મકર રાશિ આ લોકો માટે સાતમા ભાવનો સૂર્ય શુભફળ આપવાની સ્થિતિમાં રહેશે. મોટી યોજનાઓમાં સફળતા મળી શકે છે. કાર્ય વિસ્તાર થશે. અધિકારીઓ પાસેથી મદદ મળશે. હાનિના પ્રસંગથી સાવધ રહેવું. કેટલાક અગત્યના કામ થાય. તબિયત ચિંતા. આવકની કોઈ દિશા મળે. લાભની તક. સફળતાના યોગ. પ્રવાસ થાય. કુંભ રાશિ આ રાશિ માટે સૂર્ય આઠમા ભાવનો રહેવાથી ચિંતા વધારનાર સમય રહેશે. પરિવારમાં સમય સુખદ રહેશે. જવાબદારી વધશે. નોકરીમાં ધૈર્ય રાખવું. આપની આર્થિક સમસ્યા વધે. ખર્ચનો પ્રસંગ. કૌટુંબિક કાર્ય થાય. મિલન-મુલાકાત- યાત્રા ફળદાયી. મીન રાશિ તમારા માટે સૂર્યની પાંચમા ભાવમાં સ્થિતિ શુભ રહેશે. કોઇ મોટા કામમાં સફળતા મળી શકે છે. મિત્રોના કારણે લાભ થઇ શકે છે. પ્રતિકૂળતા-તણાવ અને નાણાકીય વ્યવહારોમાં સાચવવું. તબિયત ચિંતા જણાય. સૂર્ય ખૂબજ શક્તિશાળી અને સક્રિય ગ્રહ છે. તેથી આપણી કુંડળીમાં સૂર્યની સ્થિતિ અને સ્થાન મુજબ આપણામાં કઇ સુષુપ્ત શક્તિઓ આવેલી છે તે જાણી શકાય. મેષ રાશિમાં સૂર્ય નીચનો એટલે કે સૌથી બળવાન બને છે. સિંહ રાશિમાં તે સ્વગૃહી છે. જ્યારે તે તુલા રાશિમાં નીચ રાશિનો એટલે કે અશુભ અને નબળો બને છે. રાશિચક્રની પ્રથમ અને પાંચમી રાશિમાં તે બળવાન બને છે અને તેથી જ સૂર્ય મનુષ્ય જીવનમાં મુખ્ય આધારસ્થંભ છે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget