Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
Ekadashi 2025 List: હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું તમામ વ્રતમાં વિશેષ મહત્વ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એક વર્ષમાં 24 એકાદશી આવે છે. વર્ષ 2025 માં એકાદશી વ્રત ક્યારે મનાવવામાં આવશે?
Ekadashi 2025 List: હિન્દુ ધર્મમાં, એકાદશીને તમામ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા મનથી આ વ્રત કરે છે તેને તેના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ આ સંસારના તમામ સુખ ભોગવ્યા બાદ મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરે છે.
અગિયારમી તિથિને એકાદશી કહે છે. તે મહિનામાં બે વાર આવે છે. એક શુક્લ પક્ષ પછી અને બીજી કૃષ્ણ પક્ષ પછી. પૂર્ણિમા પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી અને અમાવસ્યા પછી આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ રીતે વર્ષની 24 એકાદશી તિથિઓને અલગ-અલગ નામ આપવામાં આવ્યા છે. દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે.
હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારોનું વિશેષ મહત્વ છે. બધા ઉપવાસોમાં એકાદશી વ્રતનું પણ વિશેષ મહત્વ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિંદુ કેલેન્ડર મુજબ, એકાદશી વ્રત દર મહિને બે વાર આવે છે, એક વાર કૃષ્ણ પક્ષમાં અને એક વાર શુક્લ પક્ષમાં. આ રીતે એક વર્ષમાં 24 એકાદશી આવે છે.
એકાદશી વ્રત 2025
10 જાન્યુઆરી 2025, શુક્રવાર - પોષ પૂર્ણિમા એકાદશી
25 જાન્યુઆરી 2025, શનિવાર - ષટતિલા એકાદશી
08 ફેબ્રુઆરી 2025, શનિવાર - જયા એકાદશી
24 ફેબ્રુઆરી 2025, સોમવાર - વિજયા એકાદશી
10 માર્ચ 2025, સોમવાર – આમલકી એકાદશી
25 માર્ચ 2025, મંગળવાર - પાપમોચની એકાદશી
08 એપ્રિલ 2025, મંગળવાર - કામદા એકાદશી
24 એપ્રિલ 2025, ગુરુવાર - વરુથિની એકાદશી
08 મે 2025, ગુરુવાર - મોહિની એકાદશી
23 મે 2025, શુક્રવાર - અપરા એકાદશી
06 જૂન 2025, શુક્રવાર - નિર્જલા એકાદશી
21 જૂન 2025, શનિવાર - યોગિની એકાદશી
06 જુલાઈ 2025, રવિવાર - દેવશયની એકાદશી
21 જુલાઈ 2025, સોમવાર – કામિકા એકાદશી
05 ઓગસ્ટ 2025, મંગળવાર - શ્રાવણ પુત્રદા એકાદશી
19 ઓગસ્ટ 2025, મંગળવાર - અજા એકાદશી
03 સપ્ટેમ્બર 2025, બુધવાર - પરિવર્તિની એકાદશી
17 સપ્ટેમ્બર 2025, બુધવાર – ઈન્દિરા એકાદશી
03 ઓક્ટોબર 2025, શુક્રવાર - પાપાકુંશા એકાદશી
17 ઓક્ટોબર 2025, શુક્રવાર - રામ એકાદશી
02 નવેમ્બર 2025, રવિવાર - દેવુત્થાન એકાદશી
15 નવેમ્બર 2025, શનિવાર - ઉત્પના એકાદશી
01 ડિસેમ્બર 2025, સોમવાર - મોક્ષદા એકાદશી
15 ડિસેમ્બર 2025, સોમવાર - સફલ એકાદશી
30 ડિસેમ્બર 2025, મંગળવાર - પોષ પૂર્ણિમા એકાદશી
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો...