(Source: ECI/ABP News/ABP Majha)
શરદપૂર્ણિમાં ચંદ્રની ચાંદનીમાં ગ્રહણ દોષ હોઈ દૂધ પૌવા નહીં લઈ શકાય
સમગ્ર ભારતમાં નવરાત્રી બાદ શરદપૂર્ણિમાએ ચંદ્રની ચાંદનીમાં દૂધ પૌવા મૂકી અને પ્રસાદ તરીકે આરોગવામાં આવે છે.
સમગ્ર ભારતમાં નવરાત્રી બાદ શરદપૂર્ણિમાએ ચંદ્રની ચાંદનીમાં દૂધ પૌવા મૂકી અને પ્રસાદ તરીકે આરોગવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આ વર્ષે શરદપૂર્ણિમાએ દૂધ પૌવા ચંદ્રની ચાંદનીમાં નહીં ખાઈ શકાય અને નહીં મૂકી શકાય કેમ કે શરદપૂર્ણિમાની દિવસે જ આ વર્ષનો છેલ્લો ચંદ્રગ્રહણ થનાર છે. જે ભારતમાં દેખાવાનું છે જેથી તેને પાળવાનું કે માનવાનું મનાય છે. જેથી સોમનાથ, અંબાજી જેવા અનેક પ્રસિદ્ધ મંદિરોમાં પણ આ સમય દરમિયાન મંદિરના કબાટ બંધ રહેશે જેની જાહેરાતો થઈ ચૂકી છે. એટલે આ દિવસે ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન આપણે તેની ચાંદનીમાં દૂધ પૌવા મુકવા ન જોઈએ અને તે સમયે દૂધમાં આરોગવા પણ ન જોઈએ
ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાએ ચંદ્રદેવની રોશનીથી અમૃત વર્ષા થાય છે. માટે જ આ રોશનીમાં દૂધ પૌવા તપાવી તેને ખાવાથી મન શાંત થાય છે મનુષ્યના મનમાં નવી ચેતના ભરાય છે તેથી મૂંઝવણ અને મુશ્કેલીઓમાંથી માર્ગ મળે છે અને જીવનમાં શાંતિનો અહેસાસ થાય છે એટલે જ નવરાત્રી બાદ પણ શરદપૂર્ણિમાએ ચંદ્રની આ રોશનીમાં રહેવા માટે પણ રાત્રિ પર્યંત ગરબાનું આયોજન પણ થાય છે અને દૂધ પૌવાની ઉજાણી પણ થાય છે.
ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ ધર્મ અનુસાર જ્યારે રાહુ ચંદ્રને પીડિત કરે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ વર્ષનું ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ છે કારણ કે શરદ પૂર્ણિમાની રાત્રે અમૃત વર્ષા થાય છે, પરંતુ લોકોમાં એવી વાત ફેલાઈ રહી છે કે આ વખતે ચંદ્ર ગ્રહણને કારણે લોકોને અમૃત નહીં મળે.
આમતો ત્યારે જ ચંદ્રગ્રહણ થાયકે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે. વિજ્ઞાનમાં તેને ખગોળીય ઘટના ગણવામાં આવે છે પરંતુ ધર્મ અને જ્યોતિષમાં પણ તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે કારણ કે જ્યોતિષમાં માનવામાં આવે છે કે ચંદ્ર મનનું કારક છે ચંદ્ર પર કંઈ પણ ઘટે થાય તેની માનવીના માન ઉપર સીધી અસર થાય છે. ચંદ્રગ્રહણ એક મોટી ઘટના છે જેથી તેની સીધી અસર માનવ મન ઉપર થઈ શકે છે.
આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર 2023ના રોજ શરદ પૂર્ણિમાની રાત્રે થશે. આ વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ હશે, જે ભારતમા દેખાવાનું છે આ ચંદ્રગ્રહણ ભારતમાં ખંડગ્રાસના રૂપમાં જોવા મળશે. 28 ઓક્ટોબરે મોડી રાત્રે થનારું ચંદ્રગ્રહણ મોડી રાત્રે 01:06 મિનિટે શરૂ થશે અને 02:22 મિનિટે સમાપ્ત થશે. ભારતમાં ગ્રહણનો કુલ સમયગાળો 1 કલાક 16 મિનિટનો રહેશે. તેથી ઘર્ ની માન્યતાને આદર કરનારા આ સમયગાળા દરમિયાન ચંદ્રની ચાંદનીમાં દૂધ પૌવા મુકશે નહિ અને ખાશે પણ નહિ.
ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે. શરદ પૂર્ણિમાના રોજ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 28 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 04-05 વાગ્યાથી ગ્રહણના અંત સુધી એટલે કે મોડી રાત્રે 02.22 વાગ્યા સુધી સમાપ્ત થશે
ગ્રહણ સમયમાં શું કરવું શું ના કરવું તેની પણ અનેક ધાર્મિક માન્યતા છે પરંતુ ખાસ નીચેની બાબતોનું અવશ્ય ધ્યાન રાખવાનું કહેવાય છે
૧ ચંદ્રગ્રહણ સમયમાં ચંદ્રની ચાંદનીમાં ભોજન કર બનાવવાતું નથી અને કરાતું નથી
૨ ગર્ભિણી સ્ત્રીઓએ આ ગ્રહણના સીધા સંપર્કથી બચવું જોઈએ
૩ નાના કુમળા બાળકોને સીધા ગ્રહણના સંપર્કથી દૂર રાખવા જોઈએ
૪ ગ્રહણ સમયે સંગ્રહ કરેલા અન્નજળમાં દર્ભ અને પોતાની પાસે દર્ભ રાખવાનું કહેવામાં આવે છે
૫ રોગીષ્ટ અને બીમાર લોકોએ ચંદ્રગ્રહણના સીધા સંપર્ક થી બચવું જોઈએ
ધાર્મિક માન્યતા અનુસાર કહેવાય છે કે ચંદ્રગ્રહણના સીધા સંપર્ક થી બચીને પોતાના ઈષ્ટદેવ દેવી-દેવતા ભગવાન શિવ ભગવાન અથવા ભગવાન વિષ્ણુ ની આરાધના કરવાનું સૂચન છે જેનાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
ભારત ઉપરાંત વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, હિંદ મહાસાગર, દક્ષિણ-પૂર્વ અમેરિકા, સમગ્ર એશિયા, ઉત્તર અમેરિકાના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર, દક્ષિણ પેસિફિક મહાસાગરમાં જોવા મળશે.