IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 જાન્યુઆરીએ સિડનીમાં ફાઈનલ અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ શરૂ થઈ. આજે (4 જાન્યુઆરી) મેચનો બીજો દિવસ છે.
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ હતી. આજે (4 જાન્યુઆરી) સ્પર્ધાનો બીજો દિવસ છે. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 185 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ પણ 181 રનમાં સમેટાઈ ગયો.
#INDvsAUS | Australia bowled out at the score of 181; India leads by 4 runs at the end of the first innings
— ANI (@ANI) January 4, 2025
(Beau Webster - 57; Mohammed Siraj 3/51, Prasidh Krishna 3/42)
(Pic - BCCI) pic.twitter.com/EFVgwTJMl3
જસપ્રીત બુમરાહ હાલમાં આ મેચમાં મેદાનની બહાર છે. તે સ્કેન કરાવવા ગયો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહને ઈજા થઈ હતી. તેની જગ્યાએ વિરાટ કોહલીએ કમાન સંભાળી છે. ભારતની પ્રથમ ઇનિંગમાં રિષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્માએ આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો.
ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 181 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે 4 રનની લીડ મેળવી લીધી છે. સિડનીમાં રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ માટે પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા બ્યૂ વેબસ્ટરે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથે 33 અને સેમ કોન્સ્ટાસે 23 રન બનાવ્યા હતા. ભારતીય બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને નીતિશ કુમારને 2-2 વિકેટ મળી હતી.
185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા
સિડની ટેસ્ટના પહેલા દિવસે ભારતનો પ્રથમ દાવ 185 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા હાલમાં 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારતે પર્થમાં જીત સાથે શરૂઆત કરી હતી પરંતુ આગામી 3 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાને 2 મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ગાબા ટેસ્ટ ડ્રો રહી હતી. હવે ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને જાળવી રાખવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં રહેવા માટે કોઈપણ ભોગે સિડની ટેસ્ટ જીતવી પડશે.
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ નિયમિત કેપ્ટન રોહિત શર્માને પડતો મુકવાનો નિર્ણય લીધો હતો. રોહિતની જગ્યાએ શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવ્યો હતો. જોકે ગિલ વધારે કરી શક્યો ન હતો. તેણે 2 ચોગ્ગાની મદદથી માત્ર 20 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહ આ મેચમાં ભારતની આગેવાની કરી રહ્યો છે.
વિરાટ કોહલી ફરી એકવાર ઓફ સ્ટમ્પ બોલ જબરદસ્તીથી રમવાના કારણે આઉટ થયો હતો. 17 રન બનાવ્યા બાદ કોહલી (17) સ્કોટ બોલેન્ડના બોલ પર બેઉ વેબસ્ટરના હાથે આઉટ થયો હતો. કોહલી આ સીરિઝમાં આ પહેલા પણ ઘણી વખત ઓફ સાઇડ પર જબરદસ્તીથી બોલ રમવાના કારણે આઉટ થઈ ચૂક્યો છે. આ પછી પંત અને જાડેજાએ દાવ સંભાળ્યો, પંત (40) સારા ટચમાં હોય તેવું લાગતું હતું, પરંતુ બિનજરૂરી શોટ રમતા તે બોલેન્ડના બોલ પર કમિન્સ દ્વારા કેચ આઉટ થયો હતો. આ પછી નીતીશ રેડ્ડી (0) બીજા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. જાડેજા (26) થોડી સાવધાની સાથે રમી રહ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાનો સ્કોર 134 હતો ત્યારે તે આઉટ થઈ ગયો હતો. લોઅર ઓર્ડર પર આવેલા વોશિંગ્ટન સુંદર (14), પ્રસિદ્ધ ક્રિષ્ણા (03) કંઈ ખાસ કરી શક્યા ન હતા. જ્યારે જસપ્રિત બુમરાહે 22 રનની ઈનિંગ રમી અને તેણે કેટલાક સારા શોટ ફટકાર્યા. ટીમ ઈન્ડિયાની છેલ્લી વિકેટ કેપ્ટન બુમરાહ (22)ના રૂપમાં પડી, જે પેટ કમિન્સની બોલ પર પુલ શોટ મારવાના પ્રયાસમાં મિચેલ સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્કને 3, પેટ કમિન્સને 2 અને નાથન લિયોનને એક સફળતા મળી હતી.
મેલબોર્ન ટેસ્ટ માટે ભારતીય ટીમ: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.