આ વર્ષે હોળાષ્ટક વચ્ચે બની રહ્યો છે શુભ યોગ! જાણો ક્યારે છે પુષ્ય નક્ષત્ર? આ આ યોગમાં લક્ષ્મી પ્રાપ્તિ માટે કરશો આ વિશેષ સિદ્ધ પ્રયોગ
Pushya Nakshatra 2021 Dates: પંચાગ અનુસાર 14 માર્ચ 2021થી ખરમાસનો પ્રારંભ થયો હતો. જેનું સમાપન 14 એપ્રિલે થશે. ખરમાસમાં લગ્ન, ગૃહપ્રવેશ વગેરે કોઇપણ શુભ કાર્ય નથી કરવામાં આવતા ખરમાસમાં આ કાર્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ નથી થતી. જો કે ખરમાસની વચ્ચે 24 માર્ચે વિશેષ યોગ બની રહ્યો છે ત્યારે શુભ કાર્ય કરી શકાય છે. .

હોળાષ્કનો આરંભ 22 માર્ચે શરૂ થયો. જે 28 માર્ચે પૂર્ણ થશે. ખરમાસ અને હોળાષ્ટકમાં માંગલિક કાર્ય કરવામાં નથી આવતા. હોલિકા દહન બાદ હોળાષ્ક પૂર્ણ થાય છે અને ત્યારબાદ ધૂળેટી મનાવવામાં આવે છે. આ વર્ષે ધૂળેટી 29 માર્ચે મનાવવામાં આવશે.
પુષ્ય નક્ષત્ર ક્યારે છે?
પંચાગ અનુસાર 24 માર્ચે પુષ્ય નક્ષત્ર રહેશે, 23 માર્ચથી પુષ્ય નક્ષત્રનો આરંભ થશે. શુભ કાર્ય કરવા માટે પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે. પુષ્યનક્ષત્રને બધા જ નક્ષત્રમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઋગ્વેદમાં પુષ્ય નક્ષત્રને તિષ્ય એટલે કે માંગલિક તારો કહેવામાં આવ્યો છે.
પુષ્ય નક્ષત્રના શુભ મુર્હત
- 23 માર્ચ 2021 રાત્રે 10 કલાકને 45 મિનિટથી પારંભ થશે.
- 24 માર્ચ 2021એ રાત્રે 11 વાગ્યાના 12 મિનિટે પુષ્ય નક્ષત્રનું સમાપન થશે.
પુષ્ય નક્ષત્રનો લાભ લેવા શું કરશો પૂજા કર્મ?
પુષ્યનક્ષત્રમાં શુભ કાર્ય કરવાથી લાભ થાય છે. આ દિવશે કરેલી પૂજા, દાન,સાધનાનું વિશેષ ફળ મળે છે. જે લોકોના જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ છે. એવા લોકો આજના દિવસનો લાભ ઉઠાવી શકે છે. પુષ્ય નક્ષત્રમાં વિષ્ણુ અને લક્ષ્મીજીની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી ધન સંબંધી સમસ્યા દૂર થાય છે અને સમૃદ્ધિનું વરદાન મળે છે. પુષ્ય નક્ષત્રમાં સાંજના સમયે લક્ષ્મી પૂજન કરવાની સાથે ઘરના પ્રવેશ દ્રારા પાસે દીપક પ્રગટાવો. પુષ્ય નક્ષત્રમાં આ વિધાન કરવાથી ધન સંબંધી સમસ્યા દૂર થાય છે.