શોધખોળ કરો

Kedarnath Yatra: કેદારનાથ યાત્રાએ આવેલા વધુ ચાર શ્રદ્ધાળુના મોત, અત્યાર સુધીમાં 82નાં મોત

Kedarnath Yatra Update: કેદારનાથ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો સતત ચાલુ છે. યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

(રોહિત ડિમરી)

Chardham Yatra 2022: કેદારનાથ યાત્રામાં વધુ ચાર મુસાફરોના મોત થયા છે. કેદારનાથ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો સતત ચાલુ છે. યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મંગળવારના રોજ કેદારનાથ યાત્રા પર આવેલા ઉત્તરપ્રદેશના  ચિત્રકૂટના રહેવાસી 62 વર્ષીય લાલ માન યાદવ સોનપ્રયાગમાં અચાનક બીમાર પડ્યા હતા. તેમને સીતાપુર આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા. મહારાષ્ટ્રના મુસાફર પ્રશાંત બંસી જાલુક્કર (ઉંમર 63 વર્ષ) પગપાળા યાત્રા દરમિયાન તબિયત બગડી હતી, જેમને મૃત અવસ્થામાં આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા.

પોલીસે ચારેય મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા

આ સિવાય સવાઈ માધોપુર રાજસ્થાનના રહેવાસી સત્યનારાયણ શર્મા (ઉંમર 70 વર્ષ)ની તબિયત બગડતાં તેમને રામપુરમાં આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં મૃત જાહેર કરાયા. જ્યારે રાજસ્થાનના ચુરુના 67 વર્ષીય તુલાચી દેવી કેદારનાથ મંદિરેથી દર્શન કરીને આવી રહ્યા હતા. આ દરમિયાન તે ઘોડાની નજીક પહોંચતા બેહોશ થઈ ગયા. તેને મૃત અવસ્થામાં બેઝ કેમ્પ કેદારનાથ લઈ જવામાં આવ્યા. પોલીસે ચારેય મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. દરવાજા ખુલ્યા બાદથી અત્યાર સુધીમાં પ્રવાસમાં આવેલા 82 મુસાફરોના મોત થયા છે.

અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત

મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ.બી.કે. શુક્લાએ કહ્યું કે કેદારનાથ યાત્રા દરમિયાન વધુ ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ તમામ યાત્રાળુઓ આરોગ્ય કેન્દ્ર પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે મંગળવારે 2,131 યાત્રાળુઓને સ્વાસ્થ્ય તપાસ અને સારવાર આપવામાં આવી હતી, જ્યારે 240 મુસાફરોને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. હવે 78 હજાર 740 યાત્રાળુઓની ઓપીડી દ્વારા આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવી છે, જ્યારે 4089 મુસાફરોને ઓક્સિજનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
Embed widget