(Source: ECI/ABP News/ABP Majha)
Janmashtami 2021:જન્માષ્ટમી પર બાલ ગોપાલની સાથે આ દેવીના પૂજન અર્ચનથી આર્થિક તંગી થાય છે દૂર
Janmashtami 2021: જન્માષ્ટમીના પર્વ પર આર્થિક તંગી દૂર કરવા માટે આ ઉપાયથી પૂજન અર્ચન કરવાનું વિધાન છે. આ દિવસે કરો દેવી પૂજન સાથે આ ઉપાય
Janmashtami 2021: જન્માષ્ટમીના પર્વ પર આર્થિક તંગી દૂર કરવા માટે આ ઉપાયથી પૂજન અર્ચન કરવાનું વિધાન છે. આ દિવસે કરો દેવી પૂજન સાથે આ ઉપાય
જન્માષ્ટમીનું પર્વ ધૂમધામથી સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યું છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસના રૂપમાં મનાવાય છે. કૃષ્ણ જન્માષ્ટમી શ્રાવણના કૃષ્ણપક્ષની અષ્ટમીઓ મનાવાય છે.
ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં ઉગ્રસેનના રાજાના દીકરા કંસના વધ માટે થયો હતો. શ્રીકૃષ્ણ દેવકીના આઠમાં સંતાન છે. કંસનું મોત દેવકીના આઠમાં સંતાનથી હોવાની આકાશવાણી થઇ હતી. તેથી જ કંસે દેવકીને કારવાસમાં વાસુદેવ સાથે રાખી હતી.કારણ કે તેના આઠમા સંતાનથી તેને ભય હતો. વિષ્ણુ ભગવાને અત્યાચારી કંસનો નાશ કરવા માટે દેવકીના કુખે આઠમા સંતાન તરીકે જન્મ લીધો અને કંસનો નાશ કર્યાં હતો.
કૃષ્ણ જન્મ અવસરે જે રીતે કૃષ્ણ પૂજાનું મહત્વ છે. તેવી જ રીતે મહાલક્ષ્મીની પૂજાનું પણ વિધાન છે. કહેવાય છે કે,જન્માષ્ટમીના દિવસે બાલ ગોપાલની સાથે મહાલક્ષ્મીના પૂજન અર્ચન કરવાથી આર્થિક તંગી દૂર થાય છે.
જન્માષ્ટમી પર મહાલક્ષ્મીની પૂજાનું વિધાન
જન્માષ્ટમી પર મહાલક્ષ્મીની પૂજાનું પણ વિધાન છે. જન્માષ્ટમી પર મહાલક્ષ્મીના પૂજનનું વિશેષ મહત્વ છે. કારણ કે રૂકમણીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રના વિધાન મુજબ જો કૃષ્ણ જન્માષ્ટમીમાં બાલ ગોપાલની સાથે મહાલક્ષ્મીની પૂજા અર્ચન કરવાથી જીવનની આર્થિક તંગી દૂર થાય છે અને ભાગ્ય દેવી લક્ષ્મીનો આશીર્વાદ બની રહે છે.
રાત્રે 12 વાગ્યે કેમ લીધો શ્રીકૃષ્ણએ જન્મ
દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો હતો. તેનું મુખ્ય કારણે ચંદ્રવંશી હતું. ધાર્મિક માન્યતા મુજબ શ્રીકૃષ્ણ ચંદ્રવંશી હતા. તેમના પૂર્વજ ચંદદેવ હતા અને તે બુધ ચંદ્રના પુત્ર છે. આ કારણે શ્રીકૃષ્ણએ ચંદ્રવંશમાં જન્મ લેવા માટે બુધવારનો દિવસ પસંદ કર્યો હતો. જ્યોતિષીઓ મુજબ રોહિણી ચંદ્રમાની પ્રિય પત્ની અને નક્ષત્ર છે. આ કારણે શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો હતો. ઉપરાંત આઠમની તિથિએ જન્મ લેવાનું પણ એક કારણ હતું. આ તિથિ શક્તિનું પ્રતીક છે. શ્રીકૃષ્ણ શક્તિ સંપન્ન, સ્વયંભૂ અને પરબ્રહ્મા છે તેથી આઠમના દિવસે જન્મ લીધો હતો.
ચંદ્ર રાતે નીકળે છે તેથી તેમણે પૂર્વજોની હાજરીમાં જન્મ લીધો હતો. એમ પણ કહેવાય છે કે ચંદ્ર દેવની ઈચ્છા હતી કે શ્રી હરિ વિષ્ણુ ભગવાન તેમના કુળમાં કૃષ્ણ તરીકે જન્મ લે અને તેઓ તેમના પ્રત્યક્ષ દર્શન કરી શકે. પૌરાણિક કથા મુજબ શ્રીકૃષ્ણના જન્મ સમયે ધરતીથી લઈ આકાશ સુધીનું સમગ્ર વાતાવરણ સકારાત્મક થઈ ગયું હતું. એટલું જ નહીં શ્રીકૃષ્ણએ યોજનાબદ્ધ રીતે મથુરામાં જન્મ લીધો હતો.