MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
MahaKumbh 2025: વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે આ વર્ષે આસ્થાના મહાન પર્વ મહાકુંભનું આયોજન કરવામાં આવશે
MahaKumbh 2025: વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે આ વર્ષે આસ્થાના મહાન પર્વ મહાકુંભનું આયોજન કરવામાં આવશે. મહા કુંભ દર 12 વર્ષે આવે છે, તેથી તેનું મહત્વ અનેકગણું છે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન લોકો કલ્પવાસ, ગંગામાં સ્નાન અને જપ- તપ કરે છે, એવી માન્યતા છે કે તેનાથી વ્યક્તિના પાછલા જન્મના પાપ ધોવાઇ જાય છે અને આગળનું જીવન સુખી રહે છે. આવો જાણીએ શું છે મહાકુંભનો ઈતિહાસ અને નવા વર્ષમાં ક્યારથી શરૂ થઇ રહ્યો છે.
મહા કુંભ મેળો 2025
મહા કુંભ મેળો 13 જાન્યુઆરી 2025 ના રોજ શરૂ થશે અને 26 ફેબ્રુઆરી 2025 ના રોજ મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે.
મહાકુંભ મેળાનો ઇતિહાસ
મહાકુંભનું આયોજન એ એક પ્રાચીન પરંપરા છે, જે વૈદિક કાળથી ચાલી આવે છે. તેની પાછળનો મુખ્ય અર્થ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો છે, જે માન્યતા અનુસાર મનુષ્યના પાપોનો નાશ કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
જ્યારે દુર્વાસા ઋષિના શ્રાપથી દેવતાઓ શક્તિહીન થઈ ગયા અને રાક્ષસ રાજા બલિનું ત્રણેય લોક પર આધિપત્ય હતું. ત્યારે દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પ્રાર્થના કરી અને તેમને તેમની આપત્તિ વિશે જણાવ્યું.
કુંભ મેળાની શરૂઆતની વાર્તા પૌરાણિક કથાઓમાં સમુદ્ર મંથનની વાર્તા સાથે જોડાયેલી છે. ભગવાન વિષ્ણુએ દેવોને સમુદ્ર મંથન કરવાનું કહ્યું. કથા અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે તે મંથનમાંથી અમૃતનો એક કળશ નીકળ્યો. કુંભનો અર્થ કળશ પણ થાય છે. અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, જેના કારણે ભગવાન વિષ્ણુએ અમૃતના કળશની રક્ષા કરવાનું કામ પોતાના વાહન ગરુડને સોંપ્યું હતું.
જ્યારે ગરુડ અમૃત સાથે ઉડાન ભરી રહ્યા હતા, ત્યારે અમૃતના કેટલાક ટીપાં ચાર સ્થળોએ પડ્યા હતા - પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક. ત્યારથી દર 12 વર્ષે આ સ્થળોએ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો ગંગામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવીને તેમના પાપોનું પ્રાયશ્ચિત કરે છે. એવું માનવામાં આવે છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસનું યુદ્ધ થયું હતું, જે માનવ વર્ષોમાં 12 વર્ષ જેટલું માનવામાં આવે છે. તેથી દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.