શોધખોળ કરો

Makar Sankranti 2023: મકરસંક્રાંતિનું દાન 14ના બદલે કઈ તારીખે કરવું વધારે શુભ રહેશે ? રાશિ મુજબ કરો દાન

Uttrayan 2023: ઉત્તરાયણ પછીની પેહલી સૂર્ય સંક્રાંતિ હોય છે એટલે પણ એનું વિશેષ મહત્વ છે.

(નમ્રતા ઓઝા, જ્યોતિષ વિશારદ)

Makar Sankranti 2023 Importance: મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ લોકો ઉત્સાહથી ઉજવે છે. આ તહેવારને લોકો ઉત્તરાયણ તરીકે ઓળખે છે. ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ બંને અલગ ઘટના છે. ઉત્તરાયણ 22મી ડિસેમ્બરની આજુબાજુ થાય છે જ્યારે મકર સંક્રાંતિ એટલે સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ જે હાલમાં 14મી જાન્યુઆરીના દિવસે થાય છે.

શું છે મહત્વ

વર્ષો પહેલા આ ખગોળીય ઘટના એક જ દિવસે થતી હતી. લગભગ દર 72 વર્ષે આમાં એક દિવસનો ફેરફાર થાય છે.  જેથી આજે આપણે 14મી જાન્યુઆરીની આસપાસ મકરસંક્રાંતિ થાય છે. ઉત્તરાયણ એટલે પરમ દક્ષિણમાંથી સૂર્યનું ઉત્તર તરફનું અયન.  ઉત્તરાયણ પછીની પેહલી સૂર્ય સંક્રાંતિ હોય છે એટલે પણ એનું વિશેષ મહત્વ છે.

દિવસ લાંબો અને રાત ટૂંકી થતી જાય છે

સૂર્ય છ મહિના દક્ષિણ  ગોળાર્ધમાં અને છ મહિના ઉત્તર ગોળાર્ધમાં રહે છે.  ઉતારાયણમાં સૂર્ય હોવાથી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય ના કિરણો ખૂબ જ ઉર્જાવાન હોય છે. ભારત દેશ ઉત્તર ગોળાર્ધ માં આવેલો છે. તે દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી થતી જાય છે. અંધકારથી ઉજાસ તરફનો આ એક શુભ અવસર છે. 

સૂર્ય જે દક્ષિણાયનમાં હોય છે. 6 મહિના દેવોની  રાત્રિ અને ઉત્તરાયણથી છ મહિના દેવોનો દિવસ હોય છે. તેથી આ દિવસોમાં દેવો જાગૃત અવસ્થામાં હોવાથી આ સમય પર દાનનું મહત્વ વધી જાય છે .

મકરસંક્રાંતિનું દાન કઈ તારીખે કરવું વધારે શુભ રહેશે

એક માન્યતા એ  પણ છે કે ઉત્તરાયણ પછી સૂર્ય દેવ શનિની રાશિ, શનિનું  ઘર મકર રાશિને ત્યાં જાય છે. પિતા એના પુત્રના ઘેર જાય છે. તેથી જ આ દિવસનું મહત્વ વધી જાય છે. સૂર્ય વર્ષ 2023માં  14મી જાન્યુઆરીના રોજ રાત્રે  8 વાગ્યે અને 46 મિનિટ પર પ્રવેશ કરશે. એટલે મકર સંક્રાંતિ નિમિત્તનું દાન 15 મી જાન્યુઆરી પર કરવું વધારે શુભ રેહશે .

તલ , ગોળ , ઘી, શિંગ નું , ગરમ વસ્ત્રનું દાન થાય છે. તેનું  વૈજ્ઞાનિક  દ્રષ્ટિકોણથી પણ મહત્વ છે.  આ સમયે શિયાળાની ઋતુ ચાલતી હોય છે તો આ સમય ગરમ, ઉર્જા આપે તેવા પદાર્થનું સેવન અને તેનો ઉપયોગ કરવાથી શરીરમાં ગરમી અને ઉર્જા જળવાય રહે છે. આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી છે .

દરેક રાશિ માટેના દાન :

  1. મેષ :  લાલ વસ્ત્ર , તાંબા નું વાસણ , ગોળ મસૂર
  2. વૃષભ : સફેદ વસ્ત્ર , સફેદ વસ્તુ , સફેદ તલ , ચાંદી નું દાન
  3. મિથુન : લીલું વસ્ત્ર , મગ , ખીચડી કાંસા નું દાન
  4. કર્ક : સફેદ વસ્ત્ર , દૂધ , દહીં  , તાલ નું દાન
  5. સિંહ : પીળું વસ્ત્ર , પીળી ધાતુ , ઘંઉ નું દાન
  6. કન્યા : લીલા ચણા , મગ , લીલું વસ્ત્ર , મિક્સ ધાતુ ના વાસણ નું દાન
  7. તુલા : કાળા વસ્ત્ર , કાળા તલ , કાળા અડદ
  8. વૃશ્ચિક : લાલ વસ્ત્ર , ગોળ અથવા ગોળ માંથી બનાવેલ વાનગી , તાંબા નું વાસણ 
  9. ધનુ : કેસરી વસ્ત્ર નું દાન , સોના અથવા ચાંદી નું દાન , ફળ ફલાદિ નું દાન
  10. મકર : કાળું વસ્ત્ર , કાળા અડદ , કાળા તલ કે તલ નું તેલ
  11. કુમ્ભ : કાળા તલ, કાળા ગરમ વસ્ત્ર  , ખીચડી , સરસો નું તેલ
  12. મીન : પીળા કે કેસરી વસ્ત્ર , પીળા રંગ ના ફળ ફૂલ , ઘી , સફેદ તેલ સોનુ ચાંદી નું દાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp AsmitaVadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp AsmitaParag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વોટિંગ શરૂ, અક્ષય કુમાર સહિતના દિગ્ગજોએ કર્યું વોટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
E-Aadhaar: E-Aadhaar શું હોય છે, જાણો તમારા આધાર કાર્ડથી કેટલું છે અલગ?
E-Aadhaar: E-Aadhaar શું હોય છે, જાણો તમારા આધાર કાર્ડથી કેટલું છે અલગ?
Embed widget