શોધખોળ કરો
Advertisement
New Year 2021: નવા વર્ષ પર બની રહ્યો છે અત્યંત શુભ યોગ, જાણો નવા વર્ષ પર કેવી રહેશે નક્ષત્ર અને ગ્રહોની ચાલ
વર્ષ 2020માં કોવિડ-19ના કારણે લોકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી વર્ષ સારું નિવડે તે માટે લોકો અત્યારથી પ્રાર્થના કરી રહ્યા છે.
New Year 2021: વર્ષ 2021નું સ્વાગત કરવા લોકો તૈયાર છે. વર્ષ 2020માં કોવિડ-19ના કારણે લોકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી વર્ષ સારું નિવડે તે માટે લોકો અત્યારથી પ્રાર્થના કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવા વર્ષના આરંભ સમયે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે તે જોઈએ.
પંચાંગ અનુસાર 31 ડિસેમ્બર 2020 રાત્રે 12 વાગ્યા બાદ 00:00:01 મિનિટથી વર્ષ 2021ની શરૂઆત થશે. આ દિવસે માગશર વદ બીજીની તિથિ છે. આ દિવસે ચંદ્ર મિથુન રાશિ અને સૂર્ય ધન રાશિમાં રહેશે. ખાસ વાત એ છે કે 1 જાન્યુઆરી 2021ની શરૂઆત ગુરુ પુષ્ય મહાયોગમાં થશે
પુષ્ય નક્ષત્રનું મહત્વ
પૌરાણિક ગ્રંથોમાં પુષ્ય નક્ષત્રને શુભ ગણવામાં આવે છે. જ્યોતિષ ગણના મુજબ 31 ડિસેમ્બર 2020ના રોજ ગુરુ પુષ્ય યોગ બને છે. નવા વર્ષેની શરૂઆત 1 જાન્યુઆરીએ પુષ્ય નક્ષત્રમાં રહેશે. જે એક શુભ શરૂઆત કહી શકાય છે. આ દિવસે ગુરુ-શનિ મકર રાશિમાં રહેશે. જ્યારે સૂર્ય અને બુધ ધન રાશિમાં બિરાજમાન થશે.
1 જાન્યુઆરીએ શું કરશો
નવું વર્ષ ખુશીથી ભરેલું રહે તે માટે આ દિવસની શરૂઆત શુભ કાર્યોથી કરો. આ દિવસે સવારે ઉઠીને માતા-પિતા તથા વડીલોના આર્શીવાદ લો. ગુરુજનોને આદર અને સન્માન આપે. આ દિવસે લોકોની મદદ કરો. નવા વર્ષ પર તમામ પ્રકારની બુરી આદતોનો ત્યાગ કરવાનો નિશ્ચય કરો અને માનવ કલ્યાણ અંગે ચિંતન તથા પ્રયાસ કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
અમદાવાદ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion