Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
રાજકોટમાં બકલાવા ચોકલેટમાંથી નીકળી ઈયળ. FSIના નિયમોનો ભંગ કરીને ચોકલેટ વેચાઈ રહી હોવાનો આરોગ્ય વિભાગનો દાવો. માત્ર રેપર લગાવીને ચોકલેટ વેચાઈ રહી છે.. ચોકલેટ વિક્રેતા વિરુદ્ધ પ્રશાસન કરશે કાર્યવાહી.
રાજકોટમાં ચોકલેટમાંથી ઈયળ નીકળવાનો વીડિયો વાયરલ. ચોકલેટમાંથી ઈયળ નીકળ્યાનો ફરિયાદીએ વીડિયો બનાવીને સોશલ મીડિયામાં વાયરલ કર્યો. સાથે જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને પણ ફરિયાદ કરી. ફરિયાદના આધારે આરોગ્ય વિભાગે તપાસ કરી. આરોગ્ય અધિકારીએ માહિતી આપી કે FSSIના નિયમોનો ભંગ કરીને આવી ચોકલેટ વેચવામાં આવી રહી છે. ચોકલેટ પર માત્ર રેપર લગાવવામાં આવ્યું છે.. રેપર પર ઉત્પાદકે કોઈપણ પ્રકારનું વર્ણન કર્યુ નથી.. જ્યાં પણ આ ચોકલેટ વેચવામાં આવતી હશે ત્યાં ચેકિંગ કરીને વિક્રેતા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.. આવી બિનઆરોગ્યપ્રદ ચોકલેટ ખાવાથી પેટ, આંતરડા અને ઝાડા-ઉલ્ટી જેવી બિમારી થઈ શકે છે.




















