(Source: ECI/ABP News/ABP Majha)
Raksha Bandhan 2022: રક્ષાબંધન પર અહીં મળી રહી છે રૂપિયા 6 હજાર પ્રતિ કિલોના ભાવની મીઠાઈ, જાણો શું છે ખાસિયત
Raksha Bandhan: રક્ષાબંધન 11મી ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર, બહેન તેના ભાઈને તિલક લગાવીને આરતી કરે છે અને તેના કાંડા પર રાખડી બાંધે છે.
Raksha Bandhan 2022: રક્ષાબંધન 11મી ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર, બહેન તેના ભાઈને તિલક લગાવીને આરતી કરે છે અને તેના કાંડા પર રાખડી બાંધે છે. રક્ષાબંધન પર બહેન ભાઈને રાખડી બાંધી મોં મીઠું કરાવે છે.
નાસિકની આ મીઠાઈની શું છે ખાસિયત
મહારાષ્ટ્રના નાસિકમાં રક્ષાબંધન પર વેંચાઈ રહેલી મીઠાઈ ચર્ચાનું કેન્દ્ર બની છે. રક્ષાબંધનના તહેવાર પહેલા નાસિકમાં સોનાનો ઢોળ ચડાવેલી મીઠાઈઓ રૂ. 6,000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
Maharashtra | Gold-plated sweets hit the shelves for Rs 6,000 per kg, in Nashik, ahead of the Raksha Bandhan festival. pic.twitter.com/uWT5BP2kAa
— ANI (@ANI) August 10, 2022
રક્ષાબંધન પર ભદ્રા કાળ, જાણો કેવી રીતે બાંધશો રાખડી
રક્ષાબંધન પર સારો સમય જોઈને જ રાખડી બાંધવી જોઈએ. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનું સંકટ છે. શાસ્ત્રોમાં આ કાળને અશુભ માનવામાં આવે છે. આમાં રાખડી બાંધવાનું કે કોઈ શુભ કાર્યનું પરિણામ સારું નથી મળતું, પરંતુ જો કોઈ મજબૂરીના કારણે આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવી પડે તો તેના માટે પણ નિયમો છે. ચાલો જાણીએ ભદ્રાકાળમાં રાખડી કેવી રીતે બાંધી શકાય.
રક્ષા બંધન 2022 ભદ્રા કાળનો સમય
- રક્ષાબંધનના દિવસે ભદ્રા પૂંછ - 11 ઓગસ્ટ 2022, સાંજે 05.17 થી 06.18 સુધી
- રક્ષાબંધન ભદ્રા મુખ - સાંજે 06.18 થી 8.00 સુધી
- રક્ષાબંધન સમાપ્તિ - 11 ઓગસ્ટ, 2022, રાત્રે 08.51 વાગ્યે
- રક્ષાબંધન પ્રદોષ કાળનું મુહૂર્ત 11 ઓગસ્ટ રાત્રે 08.52 થી 09.14 સુધીનો છે. રાખડી બાંધવાનો આ શ્રેષ્ઠ સમય છે.
ભદ્રાકાળમાં રાખડી કેવી રીતે બાંધવી?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રા કાળમાં ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર ન બાંધવું જોઈએ, પરંતુ જો સમયના અભાવે કે અન્ય કોઈ કારણથી આ સમયગાળામાં રાખડી બાંધવી જરૂરી હોય તો પ્રદોષકાળ (સાંજના સમય)માં શુભ, અમૃત ચોઘડિયાના જોઈને રાખડી બાંધી શકાય. 11 ઓગસ્ટે અમૃત ચોઘડિયું સાંજે 6.55 થી 8.20 સુધી રહેશે.
ભદ્રા ક્યારે અશુભ હોય છે?
ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. શનિની જેમ તેનો સ્વભાવ પણ ક્રૂર છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભલે ભદ્રાનો શાબ્દિક અર્થ કલ્યાણ થાય, પરંતુ તેનાથી વિપરિત ભદ્રા કાળમાં શુભ કાર્ય વર્જિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રા ત્રણેય લોકમાં રાશિ પ્રમાણે ભ્રમણ કરે છે. મૃત્યુલોક (પૃથ્વી લોક)માં હોવાને કારણે શુભ કાર્યમાં અવરોધો આવે છે.