Raksha Bandhan 2025: રક્ષાબંધનની સાચી તારીખ કઈ 8 કે 9 ઓગસ્ટ, જાણો રાખડી બાંધવાનું શુભ મૂહુર્ત
Raksha Bandhan 2025: રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, રક્ષાબંધન પર ભદ્રા હશે કે નહીં અને રાખડી બાંધવાનું સાચું મૂહુર્ત ક્યું હશે તે જાણો.

Raksha Bandhan 2025: રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ-બહેનના સુંદર સંબંધ અને અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ તહેવારમાં બહેન પોતાના ભાઈના જમણા કાંડા પર રક્ષાસૂત્ર અથવા રાખડી બાંધીને તેના સ્વસ્થ અને સફળ જીવનની કામના કરે છે, જ્યારે ભાઈ જીવનભર બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.
પંચાંગ અનુસાર, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જોકે, ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ દર વર્ષે રક્ષાબંધનની તારીખ બદલાય છે. સાથે જ, રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે ભદ્રાનું પણ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી અશુભ થવાનો ભય રહે છે. તેથી, ચાલો જાણીએ કે પંચાંગ અનુસાર, આ વર્ષે રક્ષાબંધનની સાચી તારીખ કઈ રહેશે, ભદ્રાનો સમય ક્યારથી ક્યાં સુધી રહેશે અને ભાઈના કાંડા પર રાખડી બાંધવા માટે સૌથી શુભ સમય કયો રહેશે.
8 કે 9 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન?
જ્યોતિષાચાર્ય અનીષ વ્યાસ જણાવે છે કે, પંચાંગ મુજબ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. જોકે, તારીખને લઈને લોકોમાં અસમંજસની સ્થિતિ છે કે રક્ષાબંધન 8 ઓગસ્ટે રહેશે કે 9 ઓગસ્ટે, કારણ કે પૂર્ણિમા તિથિ બંને દિવસ રહેશે.
અનીષ વ્યાસ અનુસાર, પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યેને 14 મિનિટથી શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ બપોરે 01 વાગ્યેને 34 મિનિટ સુધી રહેશે. આ રીતે, ઉદય તિથિને ધ્યાનમાં લેતા, શનિવાર, 9 ઓગસ્ટ 2025 ના રોજ સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે.
રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો રહેશે કે નહીં? (Raksha Bandhan 2025 Bhadra Time)
અનીષ વ્યાસ જણાવે છે કે, ભદ્રાનો સમય 8 ઓગસ્ટની રાત્રે જ સમાપ્ત થઈ જશે. આથી, 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ રહેશે નહીં. બહેનો 9 ઓગસ્ટના રોજ કોઈપણ શુભ મુહૂર્તમાં ભાઈના કાંડા પર રાખડી બાંધી શકે છે.
આ શુભ મુહૂર્તમાં બાંધી શકો છો રાખડી:
શનિવાર, 9 ઓગસ્ટ ના રોજ રાખડી બાંધવા માટેનો સૌથી શુભ સમય નીચે મુજબ છે:
સવારનો શુભ સમય: સવારે 5:35 થી બપોરના 1:24 સુધી.
અભિજીત મુહૂર્ત: બપોરે 12:00 થી 12:53 સુધી.
પ્રદોષ કાળ: સાંજે 07:19 થી રાત્રે 09:24 સુધી.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.




















