(Source: ECI/ABP News/ABP Majha)
Ram Mandir Pran Pratishtha: રામ મંદિર પરિસરમાં ભગવાન રામની મૂર્તિનું આગમન, જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું પરિસર, જુઓ વીડિયો
Ram Mandir Inauguration: ધાર્મિક વિધિના ભાગરૂપે, બીજા દિવસે સરયુ નદીના કિનારે 'કળશ પૂજા' પણ કરવામાં આવી હતી
Ramlala Pran Pratishtha: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ દરમિયાન આજે ભગવાન રામની મૂર્તિને લઈને ટ્રક અયોધ્યા રામ મંદિર પરિસરમાં આવી પહોંચ્યો હતો. તે સમયે જયશ્રી રામના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.
#WATCH | Uttar Pradesh | The truck, carrying Lord Ram's idol, being brought to Ayodhya Ram Temple premises amid chants of 'Jai Sri Ram'.
— ANI (@ANI) January 17, 2024
The pranpratishtha ceremony will take place on January 22. pic.twitter.com/Qv623BWEKb
સરયુના કિનારે કળશ પૂજા પણ કરવામાં આવી
ધાર્મિક વિધિના ભાગરૂપે, બીજા દિવસે સરયુ નદીના કિનારે 'કળશ પૂજા' પણ કરવામાં આવી હતી. મુખ્ય યજમાન પણ કિનારે હાજર હતા. અગાઉ, મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે આ ધાર્મિક વિધિઓ 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને સમારંભના દિવસે, રામલલાની મૂર્તિના અભિષેક સાથે સંબંધિત ન્યૂનતમ જરૂરી વિધિઓ કરવામાં આવશે.
પીએમ મોદી વિશેષ અનુષ્ઠાનમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય લોકો રામ મંદિરમાં રામલલાના અભિષેકની વિશેષ વિધિમાં ભાગ લેશે. PM મોદી 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અંતે ભાષણ આપશે. આ કાર્યક્રમમાં 8,000 મહેમાનો આવવાની અપેક્ષા છે, પરંતુ તેમાંથી માત્ર થોડા લોકોને જ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
અયોધ્યામાં 121 આચાર્યો આ અનુષ્ઠાન કરી રહ્યા છે. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ વિધિઓની તમામ કાર્યવાહીનું નિરીક્ષણ, સંકલન અને નિર્દેશન કરી રહ્યા છે. મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
કોણે બનાવી છે મૂર્તિ
રામ મંદિર માટે ત્રણ શિલ્પકારોએ રામલલાની મૂર્તિ બનાવી હતી. તેમાંથી અરુણ યોગીરાજે બનાવેલી મૂર્તિની પસંદગી કરવામાં આવી હતી. અરૂણ યોગીરાજ કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર છે. ચંપત રાયે કહ્યું કે અરુણ યોગીરાજે કેદારનાથમાં શંકરાચાર્યની પ્રતિમા અને ઈન્ડિયા ગેટ પર સુભાષચંદ્રની પ્રતિમા બનાવી છે. અયોધ્યામાં મૂર્તિ બનાવતી વખતે તેમને પંદર દિવસ સુધી તેમના મોબાઈલ ફોનથી પણ દૂર રાખવામાં આવ્યા હતા. તેમની મૂર્તિ પસંદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તે ભગવાન રામની 5 વર્ષની ઉંમરની છે.