શોધખોળ કરો
Advertisement
Sunday Remedy: રવિવારે દૂધનો કરો નાનો આ ઉપાય, આર્થિક સમસ્યાઓ અને ગ્રહદોષ થઈ જશે દૂર
Sunday Remedy: રવિવાર ગ્રહોના સ્વામી ભગવાન સૂર્યને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમને સુખ-સમૃદ્ધિ મળે છે.
Ravivar Upay: હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ એક અથવા બીજા દેવતાને સમર્પિત છે. તેવી જ રીતે, રવિવાર ગ્રહોના સ્વામી ભગવાન સૂર્યને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમને સુખ-સમૃદ્ધિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે રવિવારના દિવસે દૂધનો નાનકડો ઉપાય કરી લેશો તો તમારી આર્થિક સમસ્યાઓ અને ગ્રહદોષ દૂર થઈ જશે.
રવિવારે દૂધના આ ઉપાયો અવશ્ય કરો
- રવિવારે સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો ગોળ દીવો પ્રગટાવવાથી વેપાર અને નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
- રવિવારે ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જો તમારી પાસે ચાંદીનો ગ્લાસ ન હોય તો ધાતુના ગ્લાસમાં ચાંદીની વીંટી નાખીને પાણી પીવો.
- જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તમારે રવિવારે રાત્રે એક ગ્લાસ દૂધ માથાની પાસે રાખીને સૂવું જોઈએ. બીજા દિવસે સ્વચ્છ વસ્ત્રો પહેરીને તે દૂધ બાવળના ઝાડના મૂળમાં ચઢાવો.
- રવિવારે કપાળ પર ચંદનનું તિલક લગાવવું શુભ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કપાળ પર ચંદન લગાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
- દૂધને ચંદ્ર અને શાંતિનો કારક માનવામાં આવે છે. જો તમે માનસિક રીતે પરેશાન છો અથવા જીવનમાં તણાવ ખૂબ વધી ગયો છે, તો ચંદ્રદેવને દુર્ધ અર્પણ કરો. આમ કરવાથી જીવનમાં શાંતિ આવે છે.
- જો તમને સૂતી વખતે વારંવાર ખરાબ સપના આવતા હોય તો થોડા ચોખાને દૂધથી ધોઈને નદી કે ધોધમાં વહાવી દો.
- જો તમે કોઈપણ પ્રકારની શારીરિક પીડાથી પરેશાન છો તો શિવ મંદિરમાં જઈને કાચા દૂધમાં પાણી મિક્સ કરીને 'ॐ जूं सः’ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે અને દરેક પીડા દૂર થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
રવિવારના દિવસે આ ચીજોના દાનથી વધે છે માન-સન્માન, પ્રસન્ન થાય છે સૂર્ય દેવ
Join Our Official Telegram Channel:
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ટેકનોલોજી
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion