શોધખોળ કરો

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

હવામાન વિભાગની આગાહી મુજબ મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં 7 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 7 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી.
  • 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના, યલો એલર્ટ જાહેર.
  • મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય.
  • માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેતી રાખવા સૂચના અપાઈ.

Gujarat weather update: ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં 7 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે 8 અને 9 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

7 ઓગસ્ટે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 7 ઓગસ્ટે અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે.

8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાના કારણે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 8 ઓગસ્ટે રાજ્યના વિવિધ વિસ્તારો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટ માટે ભારે વરસાદની ખાસ આગાહી કરી છે. 8 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 9 ઓગસ્ટે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

હાલમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આગામી ચાર દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી લઈને ભારે વરસાદ સુધીની સ્થિતિ સર્જાઈ શકે છે. દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા અને હવામાન વિભાગની લેટેસ્ટ સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

બે દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા

ઉત્તર અને મધ્ય ભારતમાં સર્જાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસર હેઠળ ગુજરાત પર ભેજવાળા પવનો ત્રાટકશે. આ સિસ્ટમ્સના લીધે 8 ઓગસ્ટથી બે દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની પૂરી શક્યતા છે.

Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?
Junagadh Rain: સતત ત્રીજા દિવસે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ 
Junagadh Rain: સતત ત્રીજા દિવસે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ 
પત્રકાર પ્રતીક પંડ્યાનું પુસ્તક ‘અશ્વત્થામા’ ગિરનારની છાયામાં જીવન એમેઝોનના Kindle પર ઉપલબ્ધ 
પત્રકાર પ્રતીક પંડ્યાનું પુસ્તક ‘અશ્વત્થામા’ ગિરનારની છાયામાં જીવન એમેઝોનના Kindle પર ઉપલબ્ધ 
Gujarat Rain: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આજે આ જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' 
Gujarat Rain: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આજે આ જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' 
Advertisement

વિડિઓઝ

Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
UPI પેમેન્ટ હવેથી ફ્રી નથી: પેટ્રોલ, વીજળી અને પાણીના બિલ પેમેન્ટ પર લાગશે ₹5 ચાર્જ; જાણો નવા નિયમો
IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી
IND vs AFG 2nd T20: સેમસન-અભિષેકનું તોફાન! ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝ જીતી
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
15 ઓક્ટોબરથી બદલાશે UPI પેમેન્ટના નિયમો: જાણો કોને લાગશે ચાર્જ અને કોને મળશે છૂટ?
IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!
IND vs AFG 2nd T20: અફઘાનિસ્તાન સામે સંજુનું વાવાઝોડું; 6,6,6,6 અને 7 ચોગ્ગા સાથે 20 બોલમાં ઠોકી ફિફ્ટી!
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! એમ.જી હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યા જીવડાં; જુઓ રિયાલિટી ચેક
રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! એમ.જી હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યા જીવડાં; જુઓ રિયાલિટી ચેક
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?
IND vs AFG 2nd T20I: વૈભવ સૂર્યવંશીને ન મળ્યો મોકો! વરુણની જગ્યાએ આ ખેલાડીને મળી એન્ટ્રી
IND vs AFG 2nd T20I: વૈભવ સૂર્યવંશીને ન મળ્યો મોકો! વરુણની જગ્યાએ આ ખેલાડીને મળી એન્ટ્રી
Embed widget