શોધખોળ કરો

Shravan 2025: શિવલિંગ પર ભૂલથી પણ ના ચઢાવો આ વસ્તુઓ, ભોલેનાથ થઈ થશે નારાજ

Shravan 2025: આવો જાણીએ ભગવાન શિવની પૂજામાં કઈ-કઈ વસ્તુઓ ના ચઢાવવી જોઈએ

Shravan 2025:  શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણના મહિનામાં શિવલિંગ પર ગંગાજળ, બેલપત્ર, ધતૂરો, ભાંગ, બોર, શમીપત્ર અને કનેરના પુષ્પો અર્પણ કરવામાં આવે છે, જેથી ભગવાન ભોળાનાથ જલદી પ્રસન્ન થઈ જાય.

જ્યારે શાસ્ત્રોમાં કેટલીક પૂજા સામગ્રી શ્રાવણ માસ હોય કે કોઈ પણ દિવસ હોય શિવજીને અર્પણ કરવાની મનાઈ હોય છે. આવો જાણીએ ભગવાન શિવની પૂજામાં કઈ-કઈ વસ્તુઓ ના ચઢાવવી જોઈએ.

શ્રાવણમાં શિવજી પર આ વસ્તુઓ ન ચઢાવો (Shiv Puja Niyam)

આ ફૂલ ન ચઢાવો - કેતકીને જૂઠું બોલવાના કારણે ભોળાનાથથી શ્રાપ મળ્યો છે. ત્યારથી કેતકીના પુષ્પો ભગવાન શિવને નથી ચઢતા, એટલે આ પુષ્પને શિવલિંગ પર ક્યારેય નહીં ચઢાવવું જોઈએ આ વાતનું વિશેષ ધ્યાન રાખો.

કુમકુમ કેમ નથી ચઢતું - કુમકુમ એક શૃંગારની સામગ્રી છે જ્યારે ભોળાનાથ તો વૈરાગી છે, એટલે શિવજી કે શિવલિંગ પર કુમકુમથી ના તો શૃંગાર કરવામાં આવે છે અને ના તો ટીકો લગાવવામાં આવે છે. તેમને હંમેશા ચંદન કે અષ્ટગંધનો ટીકો લગાવવામાં આવે છે.

હળદર - સામાન્ય રીતે અધૂરું જ્ઞાન હોવાથી લોકો હળદરનો લેપ પણ શિવલિંગ પર કરી દે છે, જે સંપૂર્ણપણે વર્જિત છે, કારણ કે હળદર પણ એક શૃંગાર સામગ્રી માનવામાં આવી છે.

શંખ કેમ નથી કરતા ઉપયોગ - શિવ પૂજામાં શંખનો ઉપયોગ નથી કરવામાં આવતો, કારણ કે શંખચૂડનો વધ ભગવાન શિવે કર્યો હતો અને શંખને શંખચૂડનું જ રૂપ માનવામાં આવ્યું છે, એટલે શિવલિંગની પૂજા અને અભિષેકમાં શંખનો પ્રયોગ નથી કરવામાં આવતો.

આ ફળ નથી ચઢતું - નાળિયેરનો ઉપયોગ પણ શિવલિંગ પર નથી કરવામાં આવતો. નાળિયેરનો પ્રસાદ પણ શિવલિંગ પર નથી ચઢાવતા અને ના તો તેના જળથી શિવલિંગ પર અભિષેક થાય છે. જો તમે શિવલિંગ પર નાળિયેર ચઢાવો છો તો તેને અખંડ રૂપે ચઢાવીને શિવને અર્પણ કરી દો.

આ પાન વર્જિત છે - તુલસીનો પ્રસાદ કે તુલસી દળનો પ્રયોગ શિવલિંગમાં કોઈ પણ રૂપમાં નથી કરવામાં આવતો અને ના તો શિવલિંગ પર તેને ચઢાવવામાં આવે છે, આવું કરવું વર્જિત છે કારણ કે તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે તેનો ઉપયોગ શિવજીની પૂજામાં સંપૂર્ણપણે વર્જિત છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
Embed widget