Valentines Day 2025: પોતાના લવ પાર્ટનરને ન આપતા આ પાંચ ગિફ્ટ, નહી તો બ્રેકઅપ માટે રહેજો તૈયાર!
Valentines Day 2025: આ દિવસે મોટાભાગના લોકો પોતાના પાર્ટનરને કોઇના કોઇ ગિફ્ટ આપે છે

Valentines Day 2025: લવ કપલ્સ માટે વેલેન્ટાઈન ડે કોઈ તહેવારથી ઓછો નથી. આ દિવસે મોટાભાગના લોકો પોતાના પાર્ટનરને કોઇના કોઇ ગિફ્ટ આપે છે. એક રિલેશનશીપમાં ગિફ્ટનું મહત્વ ખૂબ જ હોય છે. પ્રેમમાં ભેટની કિંમત મહત્વની નથી હોતી, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં ભેટ તરીકે કેટલીક વસ્તુઓ આપવાની મનાઇ કરવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમે જેને પ્રેમ કરો છો તેને ભેટ તરીકે કેટલીક વસ્તુઓ ન આપવી જોઈએ. આના કારણે પ્રેમ વધવાને બદલે ઘટે છે અને મોટાભાગે તેના કારણે તે સંબંધ તૂટવા તરફ દોરી જાય છે. ચાલો જાણીએ કે જ્યોતિષ શાસ્ત્રમાં કઈ ભેટો આપવાની ના પાડવામાં આવી છે.
તીક્ષ્ણ વસ્તુઓ
એવું માનવામાં આવે છે કે ભેટ તરીકે કેટલીક વસ્તુઓ આપવાથી નકારાત્મકતા વધે છે. કટલરી, પેન, કાંટાવાળા છોડ અથવા કોઇ પણ એવી આકૃતિ જે ઉપરથી તીક્ષ્ણ હોય તેવી ગિફ્ટ ન આપવી જોઇએ
વોચ અને પરફ્યુમ
ભેટમાં ક્યારેય ઘડિયાળ, પરફ્યુમ ન આપવા જોઈએ. આ વસ્તુઓ ભેટ તરીકે આપવાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે. જો તમે આ વસ્તુઓ તમારા જીવનસાથીને આપો છો તો સંબંધોમાં ખટાશ આવી શકે છે.
કાળા રંગના કપડાં
તમારા પ્રેમીને ક્યારેય કાળા કપડાં ભેટમાં ન આપો. આ રંગની વસ્તુઓ ભેટ તરીકે આપવાથી સંબંધોમાં નકારાત્મકતા આવે છે.
શૂઝ - ચંપલ
શૂઝ અને ચંપલ ક્યારેય ભેટમાં ન આપવા જોઈએ. ભલે તે ગમે તેટલા બ્રાન્ડેડ હોય. ફૂટવેર ભેટમાં આપવાથી સંબંધોમાં તિરાડ પડે છે.
રૂમાલ અને પ્લાસ્ટિકની વસ્તુઓ
તમારા જીવનસાથીને ક્યારેય રૂમાલ અને પ્લાસ્ટિકની વસ્તુઓ ભેટમાં ન આપો. આ આપવાથી સંબંધો પણ તૂટી શકે છે.
Disclaimer: અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ રાશિના લોકો માટે સોનું પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પહેરવાથી બદલાઈ જશે કિસ્મત



















