શોધખોળ કરો

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

Surat Police cyber mafia: કમિશનની લાલચે ભાડે અપાતા બેંક એકાઉન્ટ્સ (મ્યુલ એકાઉન્ટ) સાયબર ફ્રોડનું એપીસેન્ટર બન્યા, પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં મોટું કૌભાંડ પકડાયું.

Surat Police cyber mafia: વધતા જતા સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીના બનાવોને ડામવા સુરત પોલીસે કમર કસી છે. નાયબ મુખ્યમંત્રીની સીધી સૂચના બાદ સુરત સાયબર ક્રાઈમ સેલ, SOG અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત રીતે ‘ઓપરેશન મ્યુલ હંટ’ હાથ ધર્યું હતું. આ મેગા ડ્રાઈવમાં પોલીસે છેતરપિંડીના રૂપિયા જમા કરવા માટે વપરાતા 68 મ્યુલ એકાઉન્ટ શોધી કાઢ્યા છે. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને શંકાસ્પદ વ્યવહારો ધરાવતા 1,638 બેંક ખાતેદારોને નોટિસ ફટકારવામાં આવતા ફફડાટ મચી ગયો છે.

4,000 એકાઉન્ટના ડેટા એનાલિસિસમાં મોટો ખુલાસો

સુરત પોલીસે સાયબર ફ્રોડના મૂળ સુધી પહોંચવા માટે ગત 8મી ડિસેમ્બરથી એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસની વિવિધ ટીમોએ સરકારી, ખાનગી અને સહકારી બેંકો પાસેથી અંદાજે 4,000 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હતી. સાયબર ક્રાઈમ સેલ દ્વારા આ ડેટાનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો કે 68 જેટલા ‘મ્યુલ એકાઉન્ટ’ (Mule Accounts) નો ઉપયોગ માત્ર સાયબર ફ્રોડના કાળા નાણાંની હેરફેર માટે જ થઈ રહ્યો હતો. આ એકાઉન્ટ્સ સામે દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 79 જેટલી ફરિયાદો નોંધાયેલી છે.

કયા પ્રકારના ગુનાઓમાં વપરાતા હતા આ ખાતાઓ?

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાયબર ગઠિયાઓ સામાન્ય નાગરિકોને કમિશનની લાલચ આપીને તેમના બેંક ખાતા ભાડે લઈ લેતા હતા. ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ ટેલિફ્રોડ, ગેમિંગ ડેટા ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી અને ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) જેવા ગંભીર ગુનાઓમાં ભોગ બનનાર લોકોના પૈસા જમા કરાવવા માટે થતો હતો. એકવાર પૈસા જમા થઈ જાય એટલે તરત જ ચેક અથવા ATM દ્વારા તે ઉપાડી લેવામાં આવતા હતા.

એકાઉન્ટ હેન્ડલર અને કમિશનખોરો જેલના સળિયા પાછળ

આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન પોલીસે મ્યુલ એકાઉન્ટ સાથે સંકળાયેલા 9 આરોપીઓની ધરપકડ કરી છે, જેથી કુલ ધરપકડનો આંકડો 23 પર પહોંચ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં મુખ્યત્વે એકાઉન્ટ હેન્ડલર્સ અને થોડા રૂપિયાના કમિશન માટે પોતાના બેંક એકાઉન્ટ સાયબર ક્રિમિનલ્સને વાપરવા આપનારા લોકોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી સાયબર ક્રાઈમ સેલ, શહેરના તમામ ઝોનલ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

1,638 ખાતેદારોને પોલીસની નોટિસ

પોલીસે માત્ર ધરપકડ સુધી સીમિત ન રહીને વ્યાપક તપાસ હાથ ધરી છે. જે લોકોના ખાતામાંથી શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે તેવા 1,638 બેંક ખાતેદારોને સુરત પોલીસે કડક નોટિસ પાઠવી છે. પોલીસની આ લાલ આંખને કારણે પોતાના બેંક ખાતા ભાડે આપીને ઘરે બેઠા કમાણી કરવાની લાલચ રાખતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસનું માનવું છે કે મ્યુલ એકાઉન્ટ્સ પર તવાઈ આવવાથી સાયબર ક્રાઈમની ઇકોસિસ્ટમ તૂટશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
Embed widget