Vallabhakhyan: અમદાવાદમાં સોમવારથી વલ્લભાખ્યાન, વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી કરાવશે રસાસ્વાદ
Dwarkeshlalji Maharajshri Amreli: ભાગ-2 અંતર્ગત આખ્યાન 4,5 અને 6 નું રસપાન કરાવશે.
Vallabhakhyan: અમદાવાદમાં સોમવારથી વલ્લભાખ્યાનનો પ્રારંભ થશે. જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ ગૃહાધિપતિ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (ચંપારણ્ય, અમરેલી) (Goswami 18 Shri Dwarkeshlalji Maharajshree Amreli Champaranya) વલ્લભાખ્યાનનો રસાસ્વાદ કરાવશે. ભાગ-2 અંતર્ગત આખ્યાન 4,5 અને 6 નું રસપાન કરાવશે.
ક્યાં છે આ કાર્યક્રમ
પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્ટી પ્લોટમાં 01-08-2022 થી 06-08-2022 સુધી બપોરે 3.30 થી સાંજે 7.30 કલાક સુધી દ્વારકેશલાલજી મહારાજ તેમની અમૃતવાણીનું વૈષ્ણવોને રસપાન કરાવશે.
દીપ પ્રાગટ્ય
વલ્લભાખ્યાન ભાગ-2 નું દીપ પ્રાગટ્ય ષષ્ઠપીઠાધિશ્વર પ.પૂ.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ (ષષ્ટપીઠ, શ્રી કલ્યાણરાયજી હવેલી, વડોદરા) તથા પૂ.પા.ગો.108 શ્રી મધુસુદન લાલજી મહોદય શ્રી (તિલકબાલા)ના વરદ હસ્તે 01-08-2022ના રોજ સાંજે 4 કલાકે કશે. કથા દરમિયાન વલ્લભકુળના બાલકો પધારશે અને વચનામૃતનો (Vachnamrut) લાભ વૈષ્ણવ સૃષ્ટિને આપશે.
વલ્લભાખ્યાન દરમિયાન 02-08-2022, મંગળવારે સવારે 10 કલાકે નંદમહોત્સવ પલના, સાંજે 6 કલાકે તિલક આરતી અને 6.30 કલાકે કેસર સ્નાન થશે. આ છ દિવસ દરમિયાન રોજ સવારે 9 કલાકે દ્વારકેશધામ હવેલી, એપ્રોચ અને 10 કલાકે શ્રીનાથજીધામ હવેલી, નિકોલમાં બ્રહ્મસંબંધ આપવામાં આવશે.