શોધખોળ કરો

Vastu Tips: પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ અને ખુશીમાં વધારો કરે છે  આ સરળ વાસ્તુ ટિપ્સ, જાણો  

વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું ઘણું મહત્વ છે જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે. વાસ્તુ દોષ વૈવાહિક જીવન પર પણ અસર કરે છે. જેના કારણે ઘણીવાર સંબંધો બગડે છે.

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું ઘણું મહત્વ છે જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે. વાસ્તુ દોષ વૈવાહિક જીવન પર પણ અસર કરે છે. જેના કારણે ઘણીવાર સંબંધો બગડે છે.  પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ,  વિશ્વાસ અને આદર પર આધારિત છે. આ સંબંધ જેટલો મજબૂત હશે તેટલું જ સુખી જીવન બનશે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવી શકો છો.

લગ્ન જીવન માટે વાસ્તુ ટિપ્સ

પતિ-પત્નીનો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. આ દિશાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સ્નેહ વધે છે. આ સિવાય બેડનું ખાસ ધ્યાન રાખો. પલંગ લોખંડ કે અન્ય કોઈ ધાતુનો ન હોવો જોઈએ. પતિ-પત્નીએ હંમેશા લાકડાના પલંગનો જ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી લગ્ન જીવન સારું રહે છે.

વાસ્તુ અનુસાર પતિ-પત્નીએ બેડરૂમમાં ફૂલનો શણગાર કરી રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. પતિ-પત્ની બંનેએ સાથે મળીને આ આ ફૂલદાનીનું ધ્યાન રાખવું જોઈએ. તેની સફાઈ કરવાથી વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

બેડરૂમમાં અરીસો ક્યારેય ન મૂકવો જોઈએ. તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં અંતર વધે છે. જો અરીસો હોય તો પણ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમે તેને સીધું ન જુઓ.

પતિ-પત્ની જે પલંગનો ઉપયોગ સૂવા માટે કરે છે તેમાં હંમેશા એક જ ગાદલું હોવું જોઈએ. જો બેડ ડબલ બેડ હોય તો ડબલ બેડનું ગાદલું રાખો. એવું માનવામાં આવે છે કે બે ગાદલાવાળા પલંગ પર સૂવાથી પતિ-પત્ની વચ્ચે અંતર સર્જાય છે.

બેડરૂમ રૂમની દિવાલો હંમેશા હળવા રંગમાં રંગવી જોઈએ. નવા યુગલોએ રૂમમાં સારી લાઇટિંગ રાખવી જોઈએ. રૂમને હંમેશા સુગંધિત રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને નવી ઉર્જા ઉત્પન્ન થાય છે.

જે રૂમમાં પરિણીત યુગલો સૂતા હોય છે તે રૂમમાં મીઠાના પાણીથી પોતા કરવા જોઈએ. મીઠુ નાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. બેડરૂમમાં ક્યારેય જાળાંને એકઠા ન થવા દો કારણ કે તે નકારાત્મકતા લાવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ જ્યારે પતિએ હંમેશા જમણી બાજુ સૂવું જોઈએ. આનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવ દૂર થાય છે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બને છે.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા

Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ

Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....

Health Tips: આ લોકોએ ખાલી પેટે જરુર પીવું જોઈએ કિસમિસનું પાણી, જાણો તેના ફાયદા
Health Tips: આ લોકોએ ખાલી પેટે જરુર પીવું જોઈએ કિસમિસનું પાણી, જાણો તેના ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાષા જાય તો સંસ્કૃતિ જાયHun To Bolish : હું તો બોલીશ : દાનવRajkot Hospital Viral CCTV Video: મહિલાઓની તપાસના સીસીટીવી વાયરલ કરનાર 3 આરોપી 7 દિવસના રિમાન્ડ પરGujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....
Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....
Health Tips: આ લોકોએ ખાલી પેટે જરુર પીવું જોઈએ કિસમિસનું પાણી, જાણો તેના ફાયદા
Health Tips: આ લોકોએ ખાલી પેટે જરુર પીવું જોઈએ કિસમિસનું પાણી, જાણો તેના ફાયદા
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  

IND vs PAK Match Weather: શું ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે વિલન? જાણો દુબઈમાં કેવું રહેશે હવામાન

મુંબઈએ રોક્યો RCBનો વિજયરથ , કેપ્ટન હરમનપ્રીતની વિસ્ફોટક ઈનિંગ; MI એ 4 વિકિટે જીતી મેચ

કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર

Embed widget