શોધખોળ કરો
Advertisement
Vastu Tips: ઘરમાં લગાવો આ ગુલાબી ફૂલ, નસીબ મારશે એવી પલ્ટી કે વિચાર્યું પણ નહીં હોય
Peony Flower: પિયોનિયાનું ફૂલ ગુલાબી રંગનું હોય છે. તેને ફૂલોની રાણી કહેવામાં આવે છે. આ ફૂલ સૌદર્ય, રોમાંસનું પ્રતીક માનવામાં આવે છે.
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં અનેક છોડ, વૃક્ષ અંગે જણાવવામાં આવ્યું છે. જેને ઘરમાં લગાવવાથી અનેક પ્રકારની મુશ્કેલીથી છુટકારો મેળવી શકાય છે. વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ, ફૂલછોડના સકારાત્મક પ્રભાવથી ધન લાભ, જીવનમાં પ્રગતિ, ગ્રહ દોષ, લગ્ન વગેરે અંગે જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સુંદરતા સાથે ફૂલોનો સંબંધ જીવનના સૌભાગ્ય સાથે પણ જોડાયેલો છે. આવું પિયોનિયાનું ફૂલ છે. ચાલો જાણીએ તેને ઘરે લગાવવાના ફાયદા.
- પિયોનિયાનું ફૂલ ગુલાબી રંગનું હોય છે. તેને ફૂલોની રાણી કહેવામાં આવે છે. આ ફૂલ સૌદર્ય, રોમાંસનું પ્રતીક માનવામાં આવે છે. પરિવારમાં મનભેદ દૂર કરવા માટે આ છોડને ઘરમાં લગાવવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
- જો યુવક-યુવતીના લગ્નમાં અડચણો આવતી હોય તો પાયોનિયાના ફૂલ કે ચિત્રો દોરવા. એવું માનવામાં આવે છે કે આનાથી લગ્નની તકો જલ્દી બને છે અને ઈચ્છિત જીવનસાથી મેળવવાની ઈચ્છા પણ પૂરી થાય છે. આ ફૂલના પોઝિટિવ વાઇબ્સ જલદી લગ્ન કરાવવામાં સહાયક સાબિત થાય છે.
- સુખી જીવન માટે દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પિયોનિયાનો છોડ લગાવો. આ સમૃદ્ધિ લાવે છે અને સંપત્તિના આગમનનો માર્ગ ખોલે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આમ કરવામાથી ઘરમાં પ્રસન્નતા આવે છે અને સંબંધમાં આવતી કડવાશ પણ દૂર થાય છે.
- કહેવાય છે કે મુખ્ય દ્વારની જમણી બાજુએ પિયોનિયાનો છોડ લગાવવાથી ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી. આ છોડ તમામ નકારાત્મકતા દૂર કરે છે.
- જો પતિ-પત્ની વચ્ચે ઝઘડો કે પરસ્પર સમાધાન ન થતું હોય તો બેડરૂમમાં પિયોનિયાનો છોડ લગાવવો જોઈએ. તેના ચિત્રો પણ લગાવી શકાય છે, તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
સોમવારે આ ચીજોની સાથે આસાન વિધિથી કરો શિવ-પાર્વતીની પૂજા, મળશે મનોવાંછિત ફળ ને દૂર થશે કષ્ટ
સૂર્યદેવની આ પૂજા મોટી કંપનીઓમાં અપાવે છે નોકરી, મળે છે તગડો પગાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
Advertisement