શોધખોળ કરો

Dhanteras 2024 Date: ધનતેરસનો તહેવાર ક્યારે ઉજવાશે 29 કે 30 ઓક્ટોબરે? જાણો પૂજાનું શુભ મુહૂર્ત

ધનતેરસના દિવસે પૂજા સ્થાન પર કુબેર દેવ, લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરો.

Dhanteras 2024 Date: પાંચ દિવસીય દીપોત્સવની શરૂઆત ધનતેરસ (Dhanteras) ના દિવસથી શરૂ થાય છે. આ દિવસને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને ધન્વંતરી ત્રયોદશી અથવા ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે, જે આયુર્વેદના ભગવાનનો જન્મદિવસ છે. આ દિવસે પ્રદોષ કાળમાં લક્ષ્મી પૂજન (Laxmi Pujan)  અને ભગવાન કુબેર(Kuber) ની પૂજા કરવામાં આવે છે.

ધનતેરસ 2024 (Dhanteras 2024 Date)

વર્ષ 2024માં ધનતેરસની તારીખ (Dhanteras 2024 Date) અંગે લોકોમાં શંકા છે. પંચાંગ અનુસાર, ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 10.31 કલાકે શરૂ થશે. જ્યારે ત્રયોદશી તિથિ બીજા દિવસે 30 ઓક્ટોબર 2024ના રોજ બપોરે 1.15 વાગ્યા સુધી રહેશે.

ધનતેરસ 2024 પૂજન મુહૂર્ત (Dhanteras 2024 Pujan Muhurat)

આવી સ્થિતિમાં 29 ઓક્ટોબર, 2024, મંગળવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. ધનતેરસની પૂજા કરવાનો શુભ સમય સાંજે 6.31 થી 8.13 સુધીનો છે. આ સમયગાળા દરમિયાન તમને ધનતેરસની પૂજા માટે કુલ 1 કલાક 42 મિનિટ મળશે.

ધનતેરસ 2024 પૂજન વિધિ (Dhanteras 2024 Pujan Vidhi)

ધનતેરસના દિવસે પૂજા સ્થાન પર કુબેર દેવ, લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરો.

તમામ દેવી-દેવતાઓને કુમકુમ, નાડાછડી, અક્ષત, પાન, સોપારી, મીઠાઈ, ફળ, ફૂલ વગેરે વસ્તુઓ અર્પણ કરો.

ભગવાન સમક્ષ દીવો પ્રગટાવો.

પૂજા દરમિયાન ચાંદીનો સિક્કો અને નારિયેળ અવશ્ય સાથે રાખો.

આ પછી ભગવાન ધન્વંતરી અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. આરતી પણ કરો.

આ દિવસે સાંજે ઘરની બહાર યમનો દીવો અવશ્ય પ્રગટાવો.

ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો, સાવરણી, ધાણા, ઘર, પિત્તળના વાસણો, દીવા અને વાહનોની ખરીદી કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈપણ નવી શુભ વસ્તુની ખરીદી કરવાથી તેનો લાભ અનેક ગણો વધી જાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP asmita કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                  

Dhanteras 2024 Muhurat: ધનતેરસ પર માત્ર આટલા કલાક હશે શુભ મુહૂર્ત, જાણો સોનું-ચાંદી ખરીદવાનો યોગ્ય સમય 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી

Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 

IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 

Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ

Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

Embed widget