Yashoda Jayanti 2023: સંતાન પ્રાપ્તિ માટે યશોદા જયંતીનો દિવસ છે ખાસ, જાણો મુહૂર્ત અને મહત્વ વિશે
દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષના છઠ્ઠા દિવસને માતા યશોદાના જન્મોત્સવ કરીકે મનાવવામાં આવે છે.
Yashoda Jayanti 2023: ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષના છઠ્ઠા દિવસને માતા યશોદાના જન્મોત્સવ કરીકે મનાવવામાં આવે છે. આ દિવસને યશોદા જયંતી તરીકે ઓળખવામાં આવે છે. માતા યશોદાને કૃષ્ણના પાલક માતા કહેવામાં આવે છે. કન્હૈયાનો જન્મ ભલે દેવકીના ગર્ભમાં થયો હોય પરંતુ માતા યશોદાએ તેનો ઉછેર કર્યો. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે. યશોદા જયંતી પર મહિલાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય, તેમની રક્ષા અને તેમના ભવિષ્ય માટે વ્રત રાખે છે. કૃષ્ણ મંદિરમાં આ દિવસે મા યશોદાના પૂજા પાઠ, ભજન કિર્તન કરવામાં આવે છે. આવો જાણીએ યશોદા જયંતીની તારીખ મુહૂર્ત અને ખાસ મહત્વ વિશે.
યશોદા જયંતી 2023
ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની તિથિ 11 ફેબ્રુઆરી 2023ન રોજ સવારે 9 વાગ્યે 05 મિનિટથી શરુ થયા છે. આગળના દિવસ 12 ફેબ્રુઆરી 2023ના સવારે 09 વાગ્યે 47 મિનિટ પર સમાપ્ત થાય છે. યશોદા જયંતીનો તહેવાર 12 ફેબ્રુઆરી 2023ના ઉજવવામાં આવશે.
પૂજાનું મુહૂર્ત- સવારે 09.54 - સવારે 11.17 (12 ફેબ્રુઆરી 2023)
યશોદા જયંતીનું મહત્વ
દેવી યશોદાને મમતાનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે યશોદા જયંતીના દિવસે માતા યશોદા અને કૃષ્ણના બાલ સ્વરુપની પૂજા કરવાથી સંતાન પર સંકટ નથી આવતું. શ્રીકૃષ્ણ પોતે સાધકના બાળકની રક્ષા કરે છે. સંતાન સુખ મેળવવા માટે યશોદા જયંતી પર ઘણી મહિલાઓ વ્રત પણ રાખે છે. આ તહેવારને સમગ્ર દુનિયામાં વૈષ્ણવ પરંપરાના લોકો ખૂબ જ ઉત્સાહ સાથે મનાવે છે. માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી સંતાનમાં શ્રીકૃષ્ણના ગુણ આવે છે. તે સુખી અને સંપન્ન રહે છે.
યશોદા જયંતી પૂજા વિધિ
યશોદા જયંતી પર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી ચોખ્ખા વસ્ત્રો ધારણ કરી વ્રતનું સંકલ્પ લો. પૂજાની થાળીમાં લાલ કપડુ રાખી અને માતા યશોદાના ખોળામાં કૃષ્ણ બિરાજમાન હોય તેવી તસવીર મૂકો. આ તસવીર ન હોય તો કન્હૈયા સામે દિવો પ્રગટાવીને પૂજા કરો. માતા યશોદાને લાલ કલરની ચૂંદડી ઓઢાડો. કુમકુમ, ફૂલ, તુલસી, ધૂપ, દીપથી પૂજા કરો. કન્હૈયા અને યશોદાને પાન, કેળા, માખણનો પ્રસાદ મૂકો. ગોપાલ મંત્રનો એક માળામાં જાપ કરો. આ દિવસે 11 નાની દિકરીઓને ભોજન કરાવો. પૂજા પૂર્ણ થયા બાદ ગાયને લીલો ચારો આપો.
Disclaimer: અસ્વીકરણ: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.