શોધખોળ કરો

Dev Uthi Ekadashi 2024: દેવઉઠી અગિયારસની પૂજા કઇ રીતે કરાય, અહીં જાણો પુરેપુરી વિધિ

Dev Uthani Ekadashi 2024: શિવપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ ભાદ્રપદ માસની શુક્લ એકાદશીના દિવસે શંખાસુર રાક્ષસનો વધ કર્યો હતો

Dev Uthani Ekadashi 2024: દેવોત્થાન એકાદશી (દેવઉઠી અગિયારસ) એટલે કે દેવુથાની અગિયારસ પર યોગ નિદ્રાથી દેવ જાગૃત થાય છે. આ એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની અસરથી સાધકની દરેક સમસ્યા દૂર થઈ જાય છે.

જે છોકરીઓના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે, તેમના માટે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તેમના જીવનમાં લગ્નની સંભાવનાઓ રહેલી છે. આ વર્ષે દેવોત્થાન એકાદશી - દેવઉઠી અગિયારસ 12 નવેમ્બર 2024ના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી તે જુઓ.

ચાર મહિના બાદ જાગશે શ્રીહરિ વિષ્ણુ 
શિવપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ ભાદ્રપદ માસની શુક્લ એકાદશીના દિવસે શંખાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ભગવાન વિષ્ણુ અને રાક્ષસ શંખાસુર વચ્ચે યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું. યુદ્ધ સમાપ્ત થયા પછી ભગવાન વિષ્ણુ ખૂબ થાકી ગયા. પછી તે ક્ષીરસાગર પાસે આવીને સૂઈ ગયા હતા. આ દરમિયાન તેમને સૃષ્ટિની જવાબદારી ભગવાન શિવને સોંપી દીધી હતી.

આ પછી કાર્તિક શુક્લપક્ષની એકાદશી પર તેઓ જાગ્યા. ત્યારબાદ ભગવાન શિવ સહિત તમામ દેવી-દેવતાઓએ ભગવાન વિષ્ણુની પૂજા કરી અને સૃષ્ટિની જવાબદારી તેમને પાછી સોંપી. આ કારણે કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવપ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે.

દેવઉઠી અગિયારસ પર પૂજા વિધિ (Dev Uthani Ekadashi Puja Vidhi) 

દેવઉઠી અગિયારસના દિવસે, સૂર્યોદય પહેલા જાગી જાઓ, ઘર સાફ કરો, સ્નાન કરો, ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. દરવાજા પર 'વંદનવર' બાંધો અને આંગણામાં ભગવાન વિષ્ણુના ચરણોનો આકાર બનાવો.

તુલસી અને પીપળાને જળ ચઢાવો, પૂજા કરો અને દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ લો.

શંખ, ઘંટડી વગેરે વગાડીને મંત્રોનો જાપ કરતી વખતે ભગવાન વિષ્ણુને જગાડો, ભગવાન વિષ્ણુને શુદ્ધ જળ અને પંચામૃતથી અભિષેક કરો.

અબીર, ગુલાલ, ચંદન, અક્ષત, ફૂલ, તુલસી અને અન્ય પૂજા સામગ્રી ચઢાવો. ધૂપ-દીપના દર્શન કરો. ફળો અને મીઠાઈઓ ચઢાવો, આરતી કરો અને પ્રસાદ વહેંચો.

જો તમે આ દિવસે તુલસી અને શાલિગ્રામના વિવાહ નથી કરાવી શકતા તો સામાન્ય રીતે તુલસીની પૂજા કરો. તુલસી નમાષ્ટકનો પાઠ કરો. તુલસી નમાષ્ટક એટલે કે તુલસીના આઠ નામવાળા મંત્રનો જાપ કરો.

આ તુલસીનો મંત્ર છે -

वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।। एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।।

ઘરના લોકો ભગવાનની સામાન્ય પૂજા સાથે ગરુડ ઘંટડી વગાડીને ભગવાનને જગાડે છે. ભગવાન વિષ્ણુના વૈકુંઠમાં પાછા ફરવાની ઉજવણી માટે દીવા પ્રગટાવવાની પરંપરા માનવામાં આવે છે.

એકાદશીના બીજા દિવસે સવારથી ભગવાન વિષ્ણુની નિયમિત પૂજા શરૂ કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો

બ્રહ્માંડમાં આ જગ્યાએ પહોંચ્યાં બાદ થંભી જશે ઉંમર, વૃદ્ધત્વ અટકે છે, જાણો કઇ છે આ રહસ્યમય સ્થાન  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો
Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Embed widget