(Source: ECI/ABP News/ABP Majha)
Hanuman Ji: કષ્ટભંજન અણીના સમયે આવે છે મદદે, પ્રસન્ન કરવા કરી લો આ ખાસ અચૂક ઉપાય
Hanuman Ji: મંગળવાર અને શનિવાર હનુમાનજીને સમર્પિત છે.આ દિવસ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટેનો ખાસ છે.
Hanuman Ji: મંગળવાર અને શનિવાર હનુમાનજીને સમર્પિત છે.આ દિવસ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટેનો ખાસ છે.
મંગળવાર અને શનિવાર હનુમાનજીના આશીર્વાદ મેળવવાનો ખાસ દિવસ છે. આ દિવસે પૂજા કરવાથી બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે મંગળાવાર અને શનિવારનો દિવસ ખાસ છે. આ દિવસે વિધિવત પૂજા કરવાથી બજરંગબલીના આશીર્વાદ મળે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજીને ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર માનવામાં આવે છે. આજના દિવસે પહેલા શ્રી રામનું સ્થાપન કરીને તેની ષોડસોપચારે પૂજા કરો બાદ હનુમંતને આસન આપીને તેની વિધિવત પૂજા કરો. દીપક પ્રગટાટો અને સાત વખત હનુમંત ચાલીશાના પાઠ કરો. હનુમંતની બુંદીનો પ્રસાદ ચઢાવો. આ ઉપાય શ્રદ્ધથી કરવા પર આપના અટકેલા કાર્ય પૂર્ણ થશે અને કાર્યસિદ્ધનું વરદાન મળશે. હનુમંતને કળયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે. કહેવાય છે કે માત્ર સાત વાર હનુંમતના પાઠ કરવાથી હનુમાનદી પ્રસન્ન થાય છે અને સઘળા કષ્ટોને કષ્ટભંજન દૂર કરે છે.
હનુમંતની કૃપા બનાવી રાખવા ન કરો આ કામ
હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. મંગળવાર અન શનિવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે પવનપુત્ર હનુમાનની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. મંગળવારે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન તેમના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે, પરંતુ મંગળવાર માટે કેટલાક ખાસ નિયમો છે. આ નિયમોનું પાલન ન કરવાથી હનુમાનજી પણ ક્રોધિત થઈ શકે છે, જે તમારા દરેક કામમાં અવરોધ લાવી શકે છે. આવો જાણીએ કયા કામ મંગળવારે બિલકુલ ના કરવા જોઈએ.
મંગળવાર બજરંગબલીને સમર્પિત છે. આ દિવસે સાત્વિકતાનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. આ દિવસે પણ વ્યક્તિએ દારૂ અને માંસાહારનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી હનુમાનજી નારાજ થાય છે. મંગળવારે કપડાં પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. મંગળવારે લાલ અને કેસરી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. તેનાથી મંગલ દોષની અસર ઓછી થાય છે
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.